Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

મોરબી શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા ઓક્સિમિત્રના ૨૭ કેન્દ્ર શરુ કરાયા

મોરબી : સમગ્ર  ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવેલ ઓક્સિમિત્ર અભિયાનમાં મોરબી શહેર આમ આદમી પાર્ટી દ્વારા પણ ૨૭ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે

જે અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ ઘરે ઘરે પહોંચીને લોકોના ઓક્સીજન લેવલ માપી કોરોના સામે રક્ષણ મેળવવાની માહિતી આપી હતી આમ આદમી જિલ્લા પ્રભારી ભરત બારોટ, મોરબી શહેર પ્રમુખ મહેશ રાજ્યગુરુ, મહામંત્રી પરેશ પારીઆની દેખરેખ હેઠળ મોરબીના અલગ અલગ વિસ્તારમાં ૨૭ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે અને પ્રજાની સેવા કરવામાં આવી રહી છે

(9:46 pm IST)