Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

માળીયાના બગસરા અને ભાવપર વચ્ચે કોઝ-વેના પાણીના પ્રવાહમાં કાર તણાઈ.:કારમાં સવાર ત્રણ લોકોનો આબાદ બચાવ

માળીયા : માળીયા તાલુકાના ભાવપર અને બગસરા ગામ વચ્ચે આવેલા કોઝવેના ધસમસતા પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ હતી.સદનસીબે કારમાં બેઠેલા ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો.
 આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના બગસરા અને ભાવલર ગામ વચ્ચે આવેલા કોઝવેના પાણીના પ્રવાહમાં આજે સાંજે એક કાર તણાવા લાગી હતી.જોકે કારમાં બેઠેલા ત્રણ લોકો કારમાંથી ઝડપથી બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો.જોકે કોઝવે સતત પાણી વહેતા હોવાથી લીલો શેવાળ જામી ગયો છે અને આજુબાજુના પાંચથી સાત ગામનું પાણી આવતું હોવાથી આ કાર તણાય ગઈ હતી.બાદમાં બગસરા ગામના સરપંચ સહિતના ગામલોકોએ કારને પાણીમાંથી બહાર કાઢી હતી.

(9:45 pm IST)