Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ઉપલેટા-ગ્રામ્ય વિસ્તારમાં ૧૮ કોરોના કેસ

અત્યાર સુધીમાં કુલ કેસ ૩૮૭

ઉપલેટા તા. ૩ : રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે એક સાથે કોરોનાના ૧૮ પોઝીટીવ કેસ આવતા આરોગ્ય વિભાગમાં હલચલ મચી ગઇ છે.

અત્યાર સુધીમાં ઉપલેટા તાલુકામાં કોરોનાના કુલ કેસ ૩૮૭ થયા છે.

ગઇકાલે ઉપલેટા અને ગ્રામ્ય વિસ્તારોમાં ૮ પોઝિટિવ કેસ જ્યારે મંગળવારે એક સાથે ૨૨ પોઝિટિવ કેસ નોંધાયા હતા.

(11:10 am IST)