Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ચોટીલામાં ટ્રાન્સફરમર લગાવેલા પોલને જાળીથી સુરક્ષીત કરવા માંગણી

આ પોલ પર મુંગા પશુઓ શીંગડા ભરાવતા હોય શોક લાગવાનો ભય રહે છે

વઢવાણ તા.૩ : ચોટીલા નગરપાલીકાના પુર્વ ઉપપ્રમુખ હરેશભાઇ ચૌહાણ પીજીવીસીએલના અધિકારીને એક પત્ર પાઠવી ચોટીલાની પંચનાથ સોસાયટીમાં પીજીવીસીએલ પોલ પર સબસ્ટેશન છે પરંતુ આ પોલને લોખંડને બોકસ ઝાળીથી ફીટ કરેલ ન હોય સતત અકસ્માતનો ભય રહે છે.

પત્રમાં વધુમાં જણાવેલ છે કે પંચનાથ સોસાયટીના કોમન પ્લોટમાં નવુ ટ્રાન્સફોર્મર છેલ્લો પ થી ૬ મહિના પહેલા પીજીવીસીએલ ચોટીલા દ્વારા નખાયેલ છે. જયા અવારનવાર અબોલ નિરાધાર ગાય, વાછરડા, ભેંસ, મુંગા પશુઓ વારંવાર ત્યા શીંગડા ભરાવે છે જેના લીધે થોડા દિવસો પહેલા જ એક ખુંટને શોર્ટ આવેલ અને પડી ગયેલ અને આ ટ્રાન્સફોર્મર પોલ બાજુમાં માનવવસ્તી આવેલ છે નાના બાળકો ત્યા રમતા હોય છે જેથી જોખમ પુરેપુરૂ રહે છે.

આ વિસ્તારના નાગરીકો અને અબોલ જાનવરોના હિતમાં તાત્કાલીક યુધ્ધના ધોરણે જાળી સેફટી માટે ફીટ કરવા માંગણી કરેલ છે.

(11:29 am IST)