Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

સોયલ ગામે માતાજીના દર્શન કરવા જતા રાજકોટના પરિવારને ધ્રોલ પાસે અકસ્માત નડી ગયો : ત્રણના મોત

જામનગર : તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત કાર તથા મૃતકો નજરે પડે છે. છેલ્લી તસ્વીરમાં મૃતક ચેતનાબેન દલસાણીયાનો ફાઇલ ફોટો. (તસ્વીર : કિંજલ કારસરીયા, સંદિપ બગથરીયા)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૩ : જામનગર - રાજકોટ હાઇવે ઉપર ધ્રોલ નજીકના જાયવા ગામના પાટીયા પાસે સર્જાયેલા અકસ્માતમાં રાજકોટમાં એક જ પરિવારના ૩ વ્યકિતઓના મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

આ અકસ્માતમાં કમલેશભાઇ બાબુભાઇ દલસાણીયા (ઉ.૩૧), પરીબેન કમલેશભાઇ દલસાણીયા (ઉ.૧૧) અને ચેતનાબેન ઇતેશભાઇ દલસાણીયા (ઉ.૪૩)ના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે માધવીબેન કમલેશભાઇ દલસાણીયા અને હિતેશભાઇ બાબુભાઇ દલસાણીયાને ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સારવારમાં ખસેડેલ છે.

હાલમાં માધવીબેન કમલેશભાઇ દલસાણીયા અને હિતેશભાઇ દલસાણીયાને રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવારમાં ખસેડેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ સોયલ ગામે માતાજીના દર્શન કરવા રાજકોટથી દલસાણીયા પરિવારના પાંચ સભ્યો નીકળ્યા હતા ત્યારે ધ્રોલ જામનગર રાજકોટ હાઈવે પર આવેલા જાયવાના પાટીયા થી ઘ્રોલ તરફ સાઈબાબાના મંદિર નજીક હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ વ્યકિતના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયું હતું અને બે વ્યકિતને ગંભીર ઈજા પહોંચી હતી જેને સારવાર માટે ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે ૧૦૮ ઘટના સ્થળ પરથી તાત્કાલીક ખસેડયા હતા. પ્રાથમિક વિગત અનુસાર ધ્રોલથી રાજકોટ હાઇવે તરફ આવેલા સાઈબાબાના મંદિર પાસે લગભગ ૪.૩૦ વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મહિલા તથા એક પુરૂષનો ઘટનાસ્થળે મોત નીપજયું હતું અને એક મહિલા એક પુરૂષને નાની મોટી ઈજા પહોંચી હતી. આ અકસ્માત સર્જાતા જામનગર-રાજકોટ હાઇવે પર અરેરાટી જોવા મળી હતી ફોરવીલર ટાટમ એસા ગાડી નંબર જીજે-૩ઙ્ગ k.c. 7666 નંબરની ફોરવીલ આખી ભાંગીને ભુકો થઈ ગઇ હતી.

ઙ્ગરાજકોટથી જામનગર તરફ જતા હોવાની જાણવા મળ્યું હતું. વધુ તપાસ માટે ધ્રોલ પોલીસ પી.એસ.આઈ સી.એમ. કાંટેલીયા સહિત ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મુળ ધોરાજીના પીપલા ગામના હાલ રાજકોટ રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી મળી હતી.

(3:59 pm IST)