Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

કુતિયાણા અને ઝીંઝૂવાડાના બે શખ્સો ૪૧ બોટલ દારૂ સાથે શાપરમાં ઝડપાયા

શાપર (વેરાવળ) તા. ૩ :.. પોલીસ અધિકારી બલરામ મીણાની સુચના અન્વયે તથા નાયબ પોલીસ અધિ. ગોંડલ પી. એ. ઝાલા તથા સર્કલ પો. ઇન્સ. ની સુચનાથી શાપર (વે.) પો.સ્ટે.ના પો. સબ ઇન્સ. કે. એ. ગોહીલના માર્ગદર્શન હેઠળ શાપર વે. પો. કોન્સ. દુષ્યંતસિંહ રાણા તથા પો. કોન્સ. યોગીરાજસિંહ જાડેજાને હકિકત મળેલ કે વેરાવળ શા. એસ. આઇ. ડી. સી. રોડ ગણેશનગરમાં રહેતો દલપત ભીખાભાઇ ડોડીયા અનુ. જાતિ ઉ.રર તથા તેની સાથે રહેતો મહીપતસિંહ અશોકસિંહ ઝાલા રહે મુળ ગામ ઝીંઝૂવાડા તા. દસાળા જી. સુરેન્દ્રનગર વાળો ઓરડીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે.

બાતમીના આધારે રેઇડ કરતા મજકૂર આરોપીના ઘરેથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૩ર કિં. રૂ. ૧ર૦૦૦ તથા ઓફીસર ચોઇસ બો. નં. ૯ કિં. રૂ. ૩૧પ૦ તથા એક વીવો કંપનીનો મો. જેની કિ. રૂ. ૧૦ હજાર તેમ કુલ મુદામાલ કી. રપ,૧પ૦-૦૦ સાથે  પકડી કાર્યવાહી કરી પ્રોહીબીશનનો કેસ શોધી કાઢેલ છે.

પકડાયેલ આરોપી (૧) દલપત ઉ.રર ધંધો મજૂરી રહે. વેરાવળ એસ. આઇ. ડી. સી. રોડ ગણેશનગર તા. કો. સા. મુળ ગામ કુતિયાણા જી. પોરબંદર તથા તેની સાથે નં. (ર) મહીપતસિંહ મુળ ગામ ઝીંઝૂવાડાને પકડવામાં પો. હેડ કો. વિરેન્દ્રસિંહ જાડેજા સાથે રહ્યા હતાં.

(11:33 am IST)