Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

બગોદરા હાઇવે ઉપર ચાલુ વાહનોમાં ચોરી કરતો ગેંગનો સાગ્રિત ઝડપાયો

વઢવાણ, તા. ૩ :  સુરેન્દ્રનગર જિલાના તથા અમદાવાદ રાજકોટ ગ્રામ્ય, મોરબી, મહેસાણા જીલ્લાના હાઇવે ચોરીના કુલ-પ૮ ગુન્હાઓ ડીટેકટ કરવામાં આવેલ.

એલ.સી.બી. ટીમ દ્વારા હાઇવે ચોરીના ગુન્હામાં સંડોવાયેલ હોય અને ગુન્હા કામે નાસતા ફરતા હોય તેવા આરોપીઓ શોધી કાઢવા સારૂ ખાસ પેટ્રોલીંગ હાથ ધરી હકિકત મેળવી લખતર તાલુકાના ઇંગરોળી ગામે છાપો મારી આરોપી સીરાજખાન રહીમખાન જત મલેક ઉ.વ.ર૮ મકાનેથી ઝડપી પાડી પુછપરછ કરતા પોતે અમદાવાદ ગ્રામ્યના બગોદરા પો. સ્ટે. ના (૧) ફસ્ટ ગુ.ર.નં. ૧૧૧૯ર૦૧૦ર૦૦૦૧૩ ઇ.પી.કો. કલમ-૩૭૯, ૧૧૪ (ર) ફસ્ટ ગુ.ર.નં. ૭૦/ર૦૧૮ ઇ.પી.કો. કલમ -૩૭૯, ૧૧૪ મુજબ (૩) ફસ્ટ ગુ.ર.નં. પ૪/ર૦૧૯ ઇ.પી.કો. કલમ-૩૭૯ વિ. મુજબના ગુન્હામાં સંડોવાયેલ હોય અને સદર ગુન્હા કામે નાસતો ફરતો હોવાની કબુલાત આપતા મજકુર ઇસમને સી.આર.પી.સી. કલમ-૪૧ (૧) આઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે લખતર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.

એલ.સી.બી. ટીમ સરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ. ઢોલ તથા પો.સ.ઇ. વી.આર.જાડેજા તથા એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ દિલાવરસિંહ  તથા રૂતુરાજસિંહ નારસંગભા તથા પો. હેડ કોન્સ. હિતેષભાઇ જેસીંગભાઇ તથા જુવાનસિંહ મનુભા તથા પો. કોન્સ. જયેન્દ્રસિંહ જેઠીભા તથા અનિરૂધ્ધસિં અભેસંગ ભાઇ તથા અજયસિંહ વીજયસિંહ તથા દિલીપભાઇ ભુપતભાઇ તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા કલ્પેશભાઇ જેરામભાઇ તથા સંજયસિંહ ઘનશ્યામસિંહ તથા નિર્મળસિંહ મંગળસિંહ તથા પો. કોન્સ. અશ્વિનભાઇ ઠારણભાઇ એ રીતેની ટીમ દ્વારા હાઇવે ચોરીના ગેંગના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવેલ છે.

(11:35 am IST)