Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

પાટડીમાં એક લાખનો દારૂ મળી આવ્યો

વઢવાણ,તા. ૩: એલ.સી.બી. ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન હકીકત મેળવી રેઇડ કરતા આરોપી રાકેશભાઇ દશરથભાઇ ઠાકરો તથા હિતેશભાઇ દશરથભાઇ ઠાકોર રહે. બંને પાટડી દશામાના મંદિર પાસે મકાન પાસે સંડાસ બાથરૂમ પાસેથી વિદેશી દારૂનસ નાની બોટલો નંગ-૪૮ કિ. રૂ. ૪૮૦૦ તથા સદરહુ જગ્યાની થોડે દૂર આરોપીના કબજા ભોગવટા વાળી મારૂતી વિટારા બ્રેઝા ગાડી રજી. નં.જી. જે. ૧૩ એએમ ૬૪૧૯ વાળીમાં વિદેશી દારૂની નાની બોટલો નંગ -૯૬ કી. રૂ. ૯૬૦૦ તથા સદરહુ જગ્યાની પાસે આરોપીઓના કબજા ભોગવટા વાળી પડી ગયેલ પડતર મકાનમાં બનાવેલ ભોયરામાંથી નાની મોટી વિદેશી દારૂની બોટલો નંગ -૫૧૦ કી. રૂ. ૭૭,૨૦૦ મળી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની મોટી કુલ બોટલો નંગ ૬૪૩ કી. રૂ. ૯૧.૬૦૦ તથા મારૂતી બ્રેઝા ગાડી કી. રૂ. ૭,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૭,૯૧,૬૦૦ નો મુદ્દામાલ મળી આવતા બંને આરોપીઓ વિરૂધ્ધ પ્રોહી ધારા મુજબ પાટડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવાાં આવેલ છે.એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગર પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઢોલના સુપરવિઝન માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. વી.આર.જાડેજા એ.એસ.આઇ નરેન્દ્રસિંહ દીલાવરસિંહ ચુડાસમા તથા નારણભાઇ દેવજીભાઇ તથા ભુપેન્દ્રભાઇ જીણાભાઇ તથા પો.હેડ કોન્સ. નિકુલસિંહ ભુપતસિંહ તથા ચમનલાલ જશરામભાઇ તથન પો.કોન્સ. દીલીપભાઇ ભુપતભાઇ તથા અજયસિંહ વિજયસિંહ તથા અનિરૂધ્ધસિંહ ભરતસિંહએ રીતેની ટીમ દ્વારા સચોટ બાતમી આધારે રેઇડ કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પ્રોહીબીશનનો સફળ કવોલીટી કેસ શોધી કાઢેલ છે.

(11:35 am IST)