Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ધોરાજીમાં ૪૮૮ કોરોના પોઝિટિવ કેસ છતાંય શા માટે સરકારી કોવીડ સેન્ટર બનાવવામાં આવતું નથી...?

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી,તા.૩ :  ૮૦ હજારની વસતી ધરાવતું ધોરાજી શહેરમાં ૪૮૮ જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચુકયા છે છતાં આરોગ્ય વિભાગને કંઇ અસર જોવા મળતી નથીઅત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીના ૨૬ લોકોના મોત પણ થયા છે જે બાબતે ધોરાજી આરોગ્ય શાખાના અધિકારીઓ કોરોના પોઝિટિવ કેસ ના તેમજ મૃત્યુના આંકડા છુપાવી રહી છે જે દુઃખની બાબત છે.

સૌરાષ્ટ્રના તાલુકા કક્ષાએ સૌથી વધુ પડતા કેસ હોય તો તે ધોરાજી શહેરમાં જોવા મળી રહ્યા છે તેમજ આ બાબતે આરોગ્ય વિભાગની પણ દ્યોર બેદરકારી પણ જોવા મળી રહી છે તંત્ર માત્ર રાજકોટ શહેરને જોઈ રહ્યું છે રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં પણ અસંખ્ય કેસો થવા જઈ રહ્યા છે છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યા છે.

આ સમયે ધોરાજી સરકારી હોસ્પિટલ કાર્યદક્ષ અને કડક છાપ ધરાવતા ડો જયેશ વસેટીયનનો સંપર્ક સાંધતા તેઓએ જણાવેલ કે ધોરાજી સરકારી હોસ્પિટલમાં કલેકશન સેન્ટર ઉભો કરવામાં આવેલ છે જેમાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે

અત્યાર સુધીમાં વી ટી એમ ૨૦૦૦ જેટલા દર્દીઓના સેમ્પલ લઇને રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા છે તેમજ એન્ટીજન ૮૦૦૦ કીટનું ધોરાજી ખાતે ટેસ્ટિંગ કરવામાં આવ્યું છેજેમાં ધોરાજી જામકંડોરણા ઉપલેટા અને જેતપુર તાલુકાના ગામોના લોકોના ધોરાજી ખાતે સરકારી હોસ્પિટલમાં સેમ્પલ લેવામાં આવી રહ્યા છેકોરોના પોઝિટિવ આવે તો દર્દીઓને કયાં લઈ જવામાં આવે છે તે બાબતનો પ્રશ્ન પૂછતા ડો.જયેશ વસેટીયન એ જણાવેલ કે ધોરાજી ખાતે કોરોના પોઝિટિવ દર્દીઓ ને લઈ જવા માં આવે તો તેમને આરોગ્ય વિભાગ હેલ્થ ઓફિસ દ્વારા રાજકોટ ખાતે લઈ જવામાં આવે છેપરંતુ આટલી મોટી સંખ્યામાં ધોરાજીમાં કેસ હોય અને દર્દીઓને રાજકોટ ખાતે લઇ જવાનો સમય બગાડવો પડે છે અને દર્દીઓને પણ ત્યાં ડરને કારણે રાજકોટ જતા નથી જેના કારણે ધોરાજીમાં કોરોના પોઝિટિવનું સંક્રમણ વધુ વધ્યું છે તે જાહેરમાં જોવા મળી રહ્યું છે પરંતુ જો ધોરાજી ખાતે જ સરકારની સરકારી હોસ્પિટલ વિનામૂલ્યે સારવાર માટે ઉપયોગ કરવામાં આવે તો ધોરાજી જેતપુર જામકંડોરણા ઉપલેટા ના દર્દીઓને પણ ધોરાજીમાં વિનામૂલ્યે સારવાર મળી રહે તે બાબતની ધોરાજીની જનતા નીપણ માગણી છે આ બાબતે ધોરાજીના સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો જયેશ વસેટીયન એ જણાવેલ કે ધોરાજીમાં સરકારની જ ચાર માળ ધરાવતી અદ્યતન હોસ્પિટલ છે જેમાં ૫૬ બેડ સરકારી હોસ્પિટલમાં છે તો જો આ બાબતે અમોએ પણ આરોગ્ય વિભાગને જાણ કરી છે કે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ઓપીડી સેન્ટર બનાવવામાં આવે તો આજુબાજુ વિસ્તારના તમામ લોકોને વિનામૂલ્યે સારવાર મળી રહે તેમ છે હાલમાં હોસ્પિટલ સંપૂર્ણ ખાલી છે તો ધોરાજી ઉપલેટા જામકંડોરણા અને જેતપુર ચાર તાલુકાના કોરોના પોઝિટિવ દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળી રહેશે

આ બાબતે ધોરાજીમાં સરકારી હોસ્પિટલની અંદર તાત્કાલિક બે મેડિકલ ઓફિસર ૧ ફિજીસીયન અને પાંચ નર્સિંગ સ્ટાફની જરૂરિયાત છે તે તાત્કાલિક સરકાર ભરતી કરી દે તો ધોરાજી સહિત ચાર તાલુકાને કોરોના પોઝિટિવ ના તમામ દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળી રહે તેવી પૂરી શકયતાઓ છે

રાજકોટ સુધી આવવા-જવાનો ખર્ચ પણ સરકારને બચી જાય તેમ છે અને ઘર આંગણે છે આ પ્રકારની સારવાર મળી રહે તો લોકોમાં જે પ્રકારનો રાજકોટ નો ડર છે કે ડર પણ નીકળી જાય અને ઘરઆંગણે જ કોરોના પોઝિટિવ ને સારવાર મળી રહે તેમ છે.

હાલમાં રાજકોટ ખાતે આરોગ્ય સચિવ જયંતિ રવિ આવેલ હોય તો તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલમાં કોરોના સેન્ટર ઊભુ કરવાની કાર્યવાહી કરે તેવી પણ ધોરાજીની જનતાની માંગણી છે.

ધોરાજી સરકારી હોસ્પિટલના  ૬  કર્મચારીઓ પણ કોરોનાનો ભોગ બન્યા

સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો જયેશ વસેટીયન એ જણાવેલ કે ધોરાજી સરકારી હોસ્પિટલના ત્રણ લેબોરેટરીના કર્મચારીઓ એક એકસ રે વિભાગ ના કર્મચારી તેમજ બે નર્સિંગ સ્ટાફ ટોટલ છ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા તેઓ રજા પર હતા જેના કારણે પણ હાલમાં સ્ટાફના અભાવે થોડી મુશ્કેલી થઈ રહી છે પરંતુ રાજયના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ઘટતા સ્ટાફની વ્યવસ્થા કરી આપવામાં આવે તો ધોરાજી પંથકમાં તેમજ આજુબાજુ શહેરના ચાર તાલુકાઓને ઘરઆંગણે જ સારવાર સારી મળી રહે તેમ જણાવેલ હતું

(11:36 am IST)