Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ઉના શહેર 'આપ'ના પ્રમુખપદે વિનોદભાઇ બાંભણીયા તથા તાલુકા પ્રમુખપદે રાજુભાઇ ગટેચા

ઉના, તા. ૩ : ગીર સોમનાથ જીલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ દિનેશભાઇ મોરી તથા પ્રભારી બાવચંદભાઇ ભાલીયાની હાજરીમાં મીટીંગ મળી હતી. જેમાં આમ આદમી પાર્ટીના ઉના શહેર પ્રમુખ તરીકે વિનોદભાઇ બાંભણિયા અને ઉના તાલુકા પ્રમુખ તરીકે રાજુભાઇ ગટેચાની સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી હતી.

આવતા મહિનાઓમાં ઉના નગર પાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ ઉના તાલુકા પંચાયત તથા ગીર સોમનાથ જીલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી ત્રીજા પક્ષ તરીકે બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર મુદ્દે જંપલાવશે. કેટલાક નારાજ થયેલા આગેવાનો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઇ જવા અંગે પણ રાજકીય ભણકારા વાગી રહ્યા છે.

(11:40 am IST)