Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ભાવનગરમાં ભાઇને મારનાર ઉદ્યોગપતિ પોલીસમાં હાજર

ભાવનગર તા. ૩: ભાવનગરમાં ભાઇને છરી મારનાર ઉદ્યોગપતિ મેહુલ તંબોલી પોલીસ સમક્ષ હાજર થયો છે.

ભાવનગરનાં વરતેજમાં આવેલ તંબોલી કાસ્ટીંગ લિ. કંપનીની બોર્ડ મીટીંગ દરમ્યાન ઉદ્યોગપતિ મેહુલ બીપીનભાઇ તંબોલી એ તેના ભાઇ વૈભવભાઇ ઉપર છરી વડે હુમલો કર્યો હતો. આ અંગે મેહુલભાઇ તંબોલી ઉપર વરતેજ પોલીસ સ્ટેશનમાં આઇપીસી ૩ર૪ જીપી એકટ ૧૩પ મુજબ ગુન્હો દાખલ કરાયો હતો.

દરમ્યાન ભાઇ ઉપર હુમલો કરી નાસી છુટેલા મેહુલભાઇ તંબોલી વરતેજ પોલીસ સમક્ષ હાજર થતાં પોલીસે તેનો કોરોના રીપોર્ટ કરાયો છે.

દરમ્યાન ડોકટરી રીપોર્ટ આધારે મેહુલભાઇનાં ગુન્હામાં પોલીસે આઇપીસી ૩ર૬નો ઉમેરો કર્યો હોવાનું જાણવા મળેલ છે.

(11:41 am IST)