Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

કોટડાસાંગાણીના જૂની મેંગણી ગામે ધારાસભ્યના હસ્તે પંચાયત ઘરનું લોકાર્પણ

રાજકોટ તા.૩ : કોટડાસાંગાણી તાલુકાના જૂની મેંગણી ગામે ૧૨ લાખના ખર્ચે તૈયાર થયેલ પંચાયત ઘરનું લોકાર્પણ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાના હસ્તે કરવામાં આવેલ.

આ પ્રસંગે તાલુકા ભાજપ મહામંત્રી રવિરાજસિંહ જાડેજા, ધીરૂભાઇ કોરાટ, જિલ્લા ભાજપ કારોબારી સભ્ય તથા ટીડીઓ સાહેબ, એટીડીઓ હિંગરાજીયા તેમજ સરપંચ વાલજીભાઇ સોલંકી, તલાટી મંત્રી વાળા તેમજ ગામ આગેવાન બટુભાઇ ઘાડીયા, દિલીપભાઇ સરમાળી, માજી સરપંચ ભુપતભાઇ ચાવડીયા, ધર્મેન્દ્રભાઇ ભાલોડીયા, કેશુભાઇ સીદપરા, હસનભાઇ, રમેશભાઇ પાનસુરીયા, રવજીભાઇ શરમાળી, પ્રેમજીભાઇ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(11:41 am IST)