Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

સુરેન્દ્રનગરમાં સફાઇ કામદારો આંદોલનના માર્ગે

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર દુધરેજ-વઢવાણ નગરપાલીકામાં કોન્ટ્રાકટ બેઇઝ ઉપર સફાઇ કામદારોના પ્રશ્નો ઉકેલવા માટે અનેક વખત લેખીત મૌખીક રજુઆત કરવામાં આવી હતી. કામદારોને ફુલટાઇમમાંથી પાર્ટટાઇમ કરવા પુરતુ વેતન ન આપવું યોગ્ય કારણ વગર છુટા કરવા જેવા અનેક પ્રશ્નોનો ઉકેલ ન આવવા બાદ સપ્ટેમ્બરથી નગરપાલિકા કચેરી સામે મહિલા સફાઇ કામદાર સરોજબેન વાળોદરા, અનસુયાબેન પ્રકાશભાઇ, સરોજબેન ભુપતભાઇ, મંજુલાબેન, રૂપાબેન, હંસાબેન, ધનીબેન, ગીતાબેન, કિરણબેન વગેરે ઉપવાસ પર બેઠેલા નજરે પડે છે.

(11:41 am IST)