Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

જીલ્લામાં અતિવૃષ્ટિથી પાકમાં થયેલ નુકશાનનું સર્વે કરી વળતર ચુકવવા મુખ્યમંત્રીશ્રી, કૃષિમંત્રીશ્રી અને પ્રભારીશ્રીને રજૂઆત

અમરેલી જીલ્લા સહકારી સંઘના ચેરમેન શ્રી મનીષ સંઘાણી દ્વારા

(અરવિંદ નિર્મળ) અમરેલી તા. ૩ :.. અમરેલી જીલ્લામાં ચાલુ ચોમાસામાં સારા વરસાદના કારણે જીલ્લાના તમામ જળાસયોમાં પાણીની સારી આવક થઇ છે. જેનાથી ચેકડેમ,  અને તળાવો ઓવરફલો થયા છે. જયારે નદીઓમાં પૂર આવવાથી નદી કાંઠાના ખેતરોમાં જમીનનું મોટા પ્રમાણમાં ધોવાણ થયેલ છે. તેમજ જીલ્લામાં ૧પ ટકાથી વધુ વરસાદ થયો હોય જેના કારણે જીલ્લામાં ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોને સતત  વર્ષેલા વરસાદના કારણે ઉભા પાક બળી ગયો છે. અને મોટા પ્રમાણમાં નુકશાની થયેલ  છે ત્યારે મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી, રાજયના કૃષિમંત્રી  આર. સી. ફળદુ અને પ્રભારી મંત્રી  ધર્મેન્દ્રસિંહ જાડેજાને પત્ર પાઠવી જણાવાયુ કે, ખેતરમાં ઉભા પાકો બળી ગયા છે. જેનો તાકીદે અમરેલી જીલ્લામાં સર્વે કરી ખેડૂતોને નુકશાનીની સહાય ચુકવવા અમરેલી જીલ્લા સહકારી સંઘના ચેરમેન અને યુવા નેતા શ્રી મનીષ સંઘાણી દ્વારા માંગણી સહ રજૂઆત કરવામાં આવી.

(11:43 am IST)