Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ભગુડા ગામે સિંગાલી માતાના મંદિર પર કળશ તથા ધ્વજા આરોહણ

ભાવનગર : તીર્થસ્થળ ભગુડા (તા. મહુવા) ગામે ઉંચેરા સ્થાને આવેલ મા શીંગાળી માતાજી ના મંદિર ના શિખર ઉપર ધ્વજાજી તેમજ કળશ ચડાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સમયે પુજન લોક સાહિત્યકાર માયાભાઈ આહીરના હસ્તે સંપન્ન થયું હતું. આ વિધિમાં માયુભાઈ કામળિયા, ગુણાભાઈ કામળિયા, સત્ય, પ્રેમ, કરુણા ફાઉન્ડેશનનાં પ્રમુખ લક્ષ્મણભાઈ કામળિયા, બાબભાઈ સોલંકી,ભાવસંગભાઇ પરમાર, વાસુર ભાઈ ભમ્મર, દેવાયતભાઈ ભુવા તેમજ પુજારી નથુરામ બાપુ દુધરેજીયા તથા ભગુડા માંગલ ધામના ટ્રસ્ટીઓ તેમજ ગામજનોની ઉપસ્થિતિ રહી હતી.

(11:44 am IST)