Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ભાવનગર ડી.કો. બેન્કની સાવરકુંડલાના અધિકારી નિવૃત થતા વિદાયમાન અપાયું

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા : ભાવનગર : ડીસ્ટ્રીકટ-કો-ઓપ બેન્કની આંબરડી બ્રાંચના મેનેજર મહેશભાઇ જેબલીયા વય મર્યાદાના કારણે નિવૃત થતાં તેમને એ.પી.એમ.સી. સાવરકુંડલા ,તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ સહિત સાવરકુંડલા તાલુકાની સહકારી મંડળીઓ, બેન્ક કર્મચારી યુનિયન અને શુભેચ્છકો, મિત્ર મંડળ તરફથી વિદાયમાન આપવાનો કાર્યક્રમ સનાતન આશ્રમ બાઢડા મુકામે યોજાયેલ. જેમાં સનાતન આશ્રમ બાઢડાના પૂ. માતાજી જયોર્તિમૈયા અને શિવદરબાર આશ્રમ કાનાતળાવના પૂ. માતાજી ઉષામૈયાએ દિપ પ્રાગટય કરી આશિર્વચન આપેલ. ત્યારબાદ માર્કેટ યાર્ડ અને તાલુકા સંઘના સહિત તાલુકાની વિવિધ મંડળીઓ તરફથી સન્માનીત કરેલ. ભાવ. ડી.કો. બેંકના કર્મચારી યુનિયન તરફથી અને સાવરકુંડલા તાલુકા બેન્ક કર્મચારીઓ તરફથી વિવિધ મોમેન્ટો અર્પણ કરવામાં આવેલ. ભાવ. ડી.કો.ઓ. બન્કના ચેરમેન નાનુભાઇ વાઘાણી, બેન્કના ડીરેકટર અને તાલુકા સંઘ તથા એ.પી.એમ.સી.ના ચેરમેન દીપકભાઇ માલાણી, વા.ચેરમેન મનજીભાઇ તળાવીયા, ગારીયધારથી ભા.ડી.કો. બેંકના ડીરેકટર મનસુખભાઇ પટેલ, તા.પં. પ્રમુખ રાઘવભાઇ સાવલીયા, જી.પં. સદસ્ય લાલભાઇ મોર, જી.પં. પૂર્વ કારોબારી ચેરમેન નિર્મળભાઇ ખુમાણ, માર્કેયયાર્ડના પૂર્વ ચેરમેન અરવિંદભાઇ માંગુકીયા, તાલુકા સંઘ અને યાર્ડના ડીરેકટરશ્રીઓ જસુભાઇ ખુમાણ, દેવાતભાઇ બદલાણીયા, દુર્લભભાઇ કોઠીયા, ધીરૂભાઇ વોરા, હિંમતભાઇ ગુર્જર, ભનુભાઇ રાદડીયા, બટુકભાઇ રૂપારેલ, કરમશીભાઇ ડોબરીયા, હિંમતભાઇ વેકરીયા, મનસુખભાઇ દેસાઇ, ચેતનભાઇ માલાણી, અશ્વનભાઇ માલાણી, તાલુકાની સેવા સ.મંડળીઓના પ્રમુખશ્રી અને મંત્રશ્રીઓ પ્રવિણભાઇ કાછડીયા, પ્રવિણભાઇ વેકરીયા, ધીરૂભાઇ ઘડુક, કાળુભાઇ સાંઢસુર, કાળુભાઇ વેકરીયા, બાબુભાઇ કાનાણી, અશોકભાઇ ખુમાણ, હરજીભાઇ રાદડીયા, ઘનશ્યામભાઇ જાની, ચંદુબાપુ અગ્રાવત, ઘનશ્યામભાઇ જાની, કરમશીભાઇ કાનાણી, બાબુભાઇ રમણા, ભીખાભાઇ કાબરીયા, ભાવેશભાઇ ચૌહાણ, દયાશંકરભાઇ જોષી, જે.ડી. રામાણી, ત્રિભોજનભાઇ પટેલ, અલ્પેશભાઇ ગોડલીયા, ભાસ્કરભાઇ ગૌસ્વામી, કિશોરભાઇ જાની, નટુભાઇ જાની, રાજુભાઇ પટેલ, શાંતિબાપુ નિમાવત, ધીરૂભાઇ કથીરીયા, બાબુભાઇ સાવલીયા, ધનસુખભાઇ કોઠીયા, બાબુભાઇ માલાણી, ગીરીશભાઇ વ્યાસ, દિલુભાઇ ધાધલ, ભુપતભાઇ ડાભી, ધીરૂભાઇ ઉકાણી, ભીખુભાઇ સરવૈયા, એ.પી.એમ.સી. ના સેક્રેટરીશ્રી આર.વી. રાદડીયા અને તાલુકા સંઘના મેનેજરશ્રી રાજુભાઇ માલાણી અને સ્ટાફગણ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવેલ.

(11:46 am IST)