Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

બાબરાના નિલવળામાં કોઝવે પુલ બનાવવાની માંગ : શ્રીરામ ધુન બોલીને - ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન

આવનારી ચૂંટણીનો બહિષ્કાર - નેતાઓને પ્રવેશવા નહી દેવાની ચિમકી

(દીપક કનૈયા દ્વારા) બાબરા તા. ૩ : બાબરાના નિલવળા ગામે ગ્રામજનો દ્વારા ક્રોઝવે પુલ દર ચોમાસામાં પાણી ભરાતા ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આદોલન કરાયું હતુ.

દર ચોમાસામાં નિલવળાઙ્ગ ગામે જવા માટે રસ્તામાં આવતો કોઝવે પુલ પર વરસાદના કારણે દર વર્ષ પાણી ભરાવાના કારણેઙ્ગ ગામ તરફ જવાનો રસ્તો બંધ થઈ જાય છે. હાલ આ રોડ પર સતત પાણી વહેતુ રહેઙ્ગ છે. જેથી વાહનચાલકોને ભારે હેરાનગતિઙ્ગ રહે છે તેમજ ઈમરજન્સી કેસોમાં પણ દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. અનેક વખત ધારાસભ્યો સંસદસભ્યો અને આગેવાનોનેઙ્ગ રજૂઆત કરતા છતાં પણ હજી સુધી કોઈ પણ નેતાઓ દ્વારા લીલવડા ગામની રજૂઆત ધ્યાનમાં લેવામાં આવી નથી આજે ગ્રામજનો દ્વારા ક્રોઝવે પુલ પર બેસીને રામ ધૂન ગાઇ ઉગ્ર વિરોધ કર્યો હતો.

 જો આ કોઝવે પુલ ઉપર મોટો પુલ નહીં બનાવવામાં આવે તો આગામી દિવસોમાં આવનાર ચૂંટણીનો ગ્રામજનો દ્વારાઙ્ગ બહિષ્કાર કરવામાં આવશે અને કોઈપણ નેતાઓને ગામની અંદર પ્રવેશવા નહીં દેવામાં આવે તેમ આજરોજ આ આંદોલનમાં લીલવડા ગામના સરપંચ સહીતઙ્ગ તાલુકા પંચાયતના સભ્ય દિલીપભાઈ ખાચર સહિત ૩૦૦થી વધુ ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધઙ્ગ ઙ્ગકરવામાં આવ્યો હતો.

ગ્રામજનો દ્વારા બે કલાક સુધી રોડ બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો હતો, વાહનોની કતારો લાગી હતી.ઙ્ગઘટના સ્થળે અધિકારીઓ દોડી આવ્યાં હતા.

(12:46 pm IST)