Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામના વાડીવિસ્તારમાં ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમે તાજા જન્મેલા બાળકને નવજીવન આપ્યું : જન્મતાની સાથે જ હૃદયના ધબકારા બંધ થઈ ગયા હતા અને હૃદય ઠંડુ પડી ગયું હતું

ખંભાળિયા::: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામના વાડીવિસ્તારમાં  આજ  સવારે 9:00 વાગ્યાની આસપાસ ૨૨ વર્ષના મહિલાને

ડીલેવરી નો દુખાવો થતા 108 માં કોલ કરતા જામ કલ્યાણપુર ની 108 ના EMT મુકેશ બાંભણીયા  તથા પાયલોટ દેવેન્દ્ર ભટ્ટ ઘટના ની જાણ થતા ની સાથે જ સ્થળ પર પહોંચવા માટે રવાના થયાં અને પછી સ્થળ પર એમ્બ્યુલન્સ પહુંચી અને ડિલેવરી કરાવતા સ્થળ પર બાળકના હદયના ધબકારા બંધ થઇ ગયેલ અને  હૃદય પણ ઠંડુ પડી ગયું હતું.

જેથી ૧૦૮ની ટીમ દ્વારા થોડો પણ સમય બગાડ્યા વિના EMT મુકેશ બાંભાણીયા એ CPR ચાલુ કર્યા લગભગ 23  min CPR આપ્યા બાદ બાળકે શ્વાશ લીધો હતો અને ફરીથી હદયના ધબકારા ચાલુ થયા હતા અને બાળકને પુનર્જીવન આપ્યું હતું . 

બાળક અને માતાને CHC જામ કલ્યાણપુર લઇ જવાયા હતા ત્યાં સ્ટાફ રાધાબેન તથા ર્ડો ચૌધરી સર હાજર હતા ત્યાં માતા અને બાળક ને દાખલ કરેલ છે માતા અને બાળક ની તબિયત માં સુધારો જોવા મળેલ અને બાળકનું વજન પણ માત્ર ૧.૮  કિલોગ્રામ હતું.

(1:42 pm IST)