Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

અંકલેશ્વરના 3,50 કરોડની જમીન પચાવી પાડવાના ગુન્હાના વોન્ટેડ આરોપીને ઝડપી લેતી રાજકોટ ગ્રામ્ય ધોરાજી પોલીસ

પોકેટ મોબાઈલ કોપથી ગુન્હો સર્ચ કરીને આઠ માસથી નાસતા ફરતા જૂનાગઢના ખલીલપુરના આરોપી અતુલ ભરાઈને શોધી કાઢયો

ધોરાજી : છેલ્લા આઠેક મહિનાથી અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતેના ત્રણ કરોડ પચાસ લાખ જમીન પચાવાના ગુન્હાના આરોપીને પોકેટ મોબાઈલ કોપથી રાજકોટ ગ્રામ્ય ધોરાજી પોલીસે શોધી કાઢ્યો છે પોકેટ મોબાઈલ કોપથી ગુન્હો સર્ચ કરીને આઠ માસથી નાસતા ફરતા જૂનાગઢના ખલીલપુરના આરોપી અતુલ ભરાઈને શોધી કાઢયોછે

(6:59 pm IST)