Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

મોરબીના પાટીદાર શિક્ષક સમાજ દ્વારા દશેરાએ ચતુવિર્ધ કાર્યક્રમ યોજાશે.

સ્નેહમિલન, રાસોત્સવ, મોટિવેશન અને તેજસ્વીતા સન્માન સમારોહનું દેદીપ્યમાન આયોજન

મોરબી તાલુકામાં સારસ્વત શિક્ષક તરીકે ફરજ બજાવતા કડવા-લેવા પરિવારના બંધુ – ભગીનીઓના ગ્રુપ પાટીદાર શિક્ષક સમાજ દ્વારા દશેરાએ ચતુવિર્ધ કાર્યક્રમનું અદકેરુ આયોજન કરાયું છે.

સમાજમાં એકતા અને એકજુટતા આવે ‘હું નહિ પણ આપણે’ની ભાવના ઉજાગર થાય એ માટે સ્નેહમિલન, રાસોત્સવ, મોટિવેશન અને તેજસ્વીતા સન્માન સમારોહનું દૈદીપ્યમાન આયોજન દશેરાના સપરમાં દિવસે પાટીદાર નવરાત્રી મહોત્સવ, રામેશ્વર પાર્ટી પ્લોટ, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે તા.05 ઓક્ટોબરના રોજ સાંજે 4.30 વાગ્યાથી પાટીદાર સમાજની રાજકીય, સામાજીક અને શૈક્ષણિક સંગઠનની હસ્તીઓની ઉપસ્થિતમાં યોજાશે. જેમાં તેજસ્વી તારલાઓને, તાજેતરમાં નિવૃત થયેલા શિક્ષકો તેમજ જિલ્લા અને રાજ્યકક્ષાએ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલા પાટીદાર કર્મવિરોનું સન્માન કરવામાં આવશે.
આ અવસરે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય લલિતભાઈ કગથરા, દુર્લભજીભાઈ દેથરીયા, જયંતીભાઈ પટેલ, વસંતભાઈ ગોરીયા રાઘવજીભાઈ ગડારા, કાંતિભાઈ અમૃતિયા, જાનકીબેન કૈલા, જયંતીભાઈ પડસુંબીયા, અજયભાઈ લોરીયા સહિત અનેક મહાનુભાવો હાજરી આપશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્વરુચી ભોજન અને રાસોત્સવનું આયોજન કરાયું છે. એમ સંદીપભાઈ આદ્રોજા અને દિનેશભાઈ વડસોલાની યાદીમાં જણાવાયુ છે.

 

(11:52 pm IST)