Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

અમરેલીના ૫ ગામના રસ્‍તા ૨૦.૧૫ કરોડના ખર્ચે મંજુર કરાવતા પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી

અમરેલી તા. ૩ : અમરેલીના ધારાસભ્‍ય અને પુર્વ વિપક્ષ નેતા શ્રી પરેશ ધાનાણીએ પોતાના મત વિસ્‍તાર માટે જુદાજુદા રસ્‍તાઓની જરૂરીયાત હતી જેની માર્ગ અને મકાન વિભાગની સ્‍થાનીક કચેરીથી લઇ સરકાર કક્ષાએ તેની વારંવાર રજૂઆત કરવામાં આવી હતી અને સતત પરામર્શ કરી દરખાસ્‍ત કરતા મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ દ્વારા કુલ ૨૦.૧૫ કરોડના ખર્ચે ૫ ગામના રસ્‍તાઓ મંજુર કરવામાં આવેલ છે.

શ્રી ધાનાણીએ અમરેલી અને કુંકાવાવ વડીયા તાલુકામા અનેક રસ્‍તાઓ મંજુર કરવા સરકારને રજૂઆત કરી હતી જે પૈકી હાલ કુલ ૫ ગામના રસ્‍તાઓ મંજુર કરવામા આવેલ છે. જેમાં કુંકાવાવ તાલુકાના ખજુરી પિપળીયા ખડખડ રોડ અને ખજુરીથી સુલતાનપુર રોડ તેમજ અમરેલી તાલુકાના મોટા માચિયાળા એપ્રોચ રોડ, નવા ખિજડીયા જેસિંગપરા રોડ અને પિપળલગ રિકડીયા રોડ આમ કુલ ૫ રસ્‍તાઓ મંજુર કરાવેલ છે જેના માટે રાજયકક્ષાના માર્ગ અને મકાન મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા (પંચાલ)ને રજૂઆત કરતાં ૨૦.૧૫ કરોડના રસ્‍તાઓ મંજુર કરાવવામાં અથાગ મહેનત બાદ પરેશ ધાનાણીને સફળતા મળી છે. આ રસ્‍તાના કામ સિવાય સિંચાઈ, વિજળી, ઉદ્યોગ, પાણી પુરવઠા સહિત અમરેલી મતવિસ્‍તારમા અનેક કામો માટે ધાનાણી સતત જહેમત ઉઠાવતા રહે છે.

(10:45 am IST)