Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

હળવદની નવ નિર્માણ સ્‍કૂલમાં રાસ ગરબાનો કાર્યક્રમ

 હળવદ : નવરાત્રિના પવન પર્વમાં ગરબે ઘૂમી ગરબા ઉત્‍સવ માણવાનું સૌ કોઈને ગમે છે ત્‍યારે વિદ્યાર્થીઓ પણ આ ઉત્‍સવને માણી શકે તે માટે હળવદની નવનિર્માણ સ્‍કૂલ ખાતે રાસ ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. ઢોલીડા તો ઢોલ ધીમો વગાડે રે ,  રઢીયાળી રાત્રીનો  જોજે રંગ ન જાય ગરબા વગાડાયા હતા. જેમાં ગરબાઓની રમઝટથી નાના મોટા વિદ્યાર્થીઓએ રાસ ગરબા ઉત્‍સવને માણ્‍યો. આ ગરબા ઉત્‍સવ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્‍કૂલના આચાર્ય દિલીપભાઈ હુલાણી તેમજ શિક્ષક ગણે જહેમત  ઉઠાવી હતી.(તસ્‍વીર-અહેવાલ : હરીશ રબારી હળવદ)

(12:12 pm IST)