Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

જામજોધપુરમાં પ્‍લેટીના ચોરી જનાર ઝડપાયો

જામજોધપુર તા. ૩ :.. ગઇ તા. ર૭-૯-ર૦રર ના જામજોધપુર ટાઉન ખાતેના સ્‍વામી નારાયણ મંદિરની સામે, વાણંદ સમાજની વાડીની બહારથી મોટર સાયકલની કોઇ અજાણ્‍યા ચોર ઇસમ દ્વારા ચોરી કરેલની ફરીયાદ જાહેર થયેલ હતી. જે બાબતે અત્રેના પોસ્‍ટે. ખાતે ગુ. ર. નં. ૧૧ર૦ર૦ર૬રર૦૮ર૬-ર૦રર ઇ. પી. કો. કલમ ૩૭૯ મુજબનો ગુન્‍હો નોંધાયેલ હતો. જે ગુન્‍હો વણ શોધાયેલ હતો.

ઉપરોકત ગુન્‍હામાં મોટર સાયકલની ચોરી મુકેશભાઇ પરૂભાઇ ભુરીયા નામના પરપ્રાંતિએ કરેલ છે અને હાલે તે તોરીનું મો. સા. ફરેવી રહેલ છે જે આધારે તેને પકડી પાડી ઉપરોકત બન્ને ચોરીમાં યેલ બજાજ કંપનીનું પ્‍લેટીના મોટર સાયકલ સને ર૦૦૮ ના મોડેલનું કાળા કલરનું મોટર સાયકલ જીજે-૩-સીએચ-પ૦૩૭ જેની કિ. રૂા. ર૦,૦૦૦ નો મુદામાલ કબ્‍જે કરી વણશોભાયેલ ગુન્‍હો શોધી કાઢેલ છે.

પકડાયેલ આરોપી મુકેશભાઇ પરૂભાઇ ભુરીયા જાતે ભીલ ઉ.૩૧ ધંધો ખેત મજૂરી રહે. મુળ ઉબેરાઓ ગામ તા. રાણાપુર જી. જાંબુવા રાજય મધ્‍ય પ્રદેશ હાલ, બાલવા ગામ વસંતભાઇ કણસાગરાની વાડીએ છે.

આ કામગીરી જામજોધપુર પોસ્‍ટેના પોલીસ ઇન્‍સ્‍પેકટર એમ. એન. ચૌહાણ પોલીસ સબ ઇન્‍સ. એ. બી. જાડેજા, એમ. જી. વસવા પો. હેડ કો. ગીરીરાજસિંહ ઇન્‍દ્રવીજસિંહ જેઠવા તથા સુરેશભાઇ પરમાર તથા પોલીસ કો. રાજદીપસિંહ કિશોરસિંહ જાડેજા તથા ઋષીરાજસિંહ રણજીતસિંહ વાળા તથા દીલીપસિંહ વાઘુભા જાડેજા તથા ભગીરથસિંહ મયુરસિંહ જાડેજા તથા માનસંગભાઇ ઝાપડીયા તથા અશોકભાઇ ગાગીયા, રાજેશભાઇ કાનાભાઇ કંડોરીયા દ્વારા કરેલ છે.

(12:16 pm IST)