Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

જુનાગઢના ચાપરડા જયઅંબે પશુચિકિત્‍સા હોસ્‍પિટલનું મુક્‍તાનંદબાપુ દ્વારા ખાતમુર્હુત

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ,તા.૩ : ચાપરડા ખાતે પૂ. બાપુ મુક્‍તાનંદજી બાપુની પ્રેરણાથી સ્‍વ. રતિભાઇ ગોવિંદભાઇ ભટ્ટ દ્વારા  જય અંબે હોસ્‍પિટલ બંધાવી આપેલ. તેમના પુત્ર પરેશભાઇ રતિભાઇ ભટ્ટ તથા ભાવનાબેન પરેશભાઇ તથા અમરિશભાઇ (બાબા શેઠ) ભટ્ટ, ચિરાગભાઇ, ઉર્વશીબેન - ભટ્ટ પરિવાર દ્વારા હોસ્‍પિટલના દાતા છ. આ હોસ્‍પિટલ ૨.૫૦ કરોડના ખર્ચે થશે. જેમાં ઓપરેશન થીએટર-લેબોરેટરી-એમ્‍બયુલન્‍સ જેવી આધુનિક સુવીધાઓ બનશે. એમ ડી., ઓથો, ગાયનેક મેટરનીટી ડોકટરો ઉપલબ્‍ધ રહેશે.  ડોકટરોને રહેવા માટે ક્‍વાટર્સની સુવિધા હશે. કોઇપણ જગ્‍યાએ પશુ પક્ષી બીમાર હાલતમાં હશે તો ત્‍યાં સ્‍થળ ઉપર ડોકટરોની ટીમ જશે અને સારવાર આપશે અને જરૂર પડે તો તેને હોસ્‍પિટલ લાવી તેને એડમીટ કરી ત્‍યાં સારવાર કરવામાં આવશે. આ હોસ્‍પિટલ બનતા આજુબાજુના શહેરો વિસાવદર, બીલખા, ભેંસાણ, મેંદરડા જેવા શહેરો અને ગ્રામ્‍ય વિસ્‍તારોને પશું માટેની સારવાર સરળતાથી મળી રહેશે.

(12:35 pm IST)