Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

જૂનાગઢ રોપ-વે માર્ગને મંજૂરી : ત્‍વરીત કામગીરી આરંભાઇ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૩ :  મહાનગરપાલિકાના મુખ્‍યપદાધિકારીઓની અખબારી યાદીમાં જણાવાયેલ છે કે ગતદિવસોમાં રાષ્‍ટ્રીય ઉધોગ એવમ વાણીજય મંત્રી પિયુષ ગોયલની જૂનાગઢ મુલાકાત વેળાએ રોપ-વે પાસેના માર્ગ બાબતે મંત્રી દ્વારા સત્‍વરે કામગીરી હાથ ધરવા તંત્રને સુચના આપવામાં આવેલ, જે અન્‍વયે તમામ  જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા તૈયારી હોઈ ફોરેસ્‍ટ વિભાગની એનઓસી પાછળ આ કામગીરી અટકેલ હતી, જે બાબતે યુવા સાંસદ રાજેશભાઈ ચુડાસમાને સાથે રાખી આ બાબતે મંત્રીને રજુઆત  ગિતાબેન પરમાર, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, ડે.મેયર ગિરીશભાઈ કોટેચા, સ્‍ટે.ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસકપક્ષના નેતા કિરીટભાઇ ભીંભા, દંડક અરવિંદભાઈ ભલાણીની રᅠ૧    જુઆતને સફળતા મળેલ છે, તથા ફોરેસ્‍ટ વિભાગ દ્વારા એનઓસી મળવા પામેલ છે, અને રોડની કામગીરી શરૂ પણ કરી આપવામાં આવેલ છે.

રોપ-વે બનતા જૂનાગઢમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહયો છે, ખાસ કરીને રોપ-વે સેવા થકી વળધ્‍ધો અને બાળકો પણ હવે માં અંબાના દર્શન સરળતાથી કરી શકે છે ત્‍યારે લોકસુખાકારી જળવાઇ રહે અને આવનારા પ્રવાસીઓ અને પ્રવાસનકેન્‍દ્ર તરીકે રોપ-વેની નજીક આવેલ માર્ગ બનાવવાની ફોરેસ્‍ટ વિભાગની મંજુરી મળતા આ રોડ તાત્‍કાલીક ધોરણે બનાવવાની કામગીરી જુજ દિવસોમાં પુર્ણ કરવામાં આવશે તથા આ બાબતે કામગીરી શરૂ કરાવવા બાબતે રજુઆતને સાર્થક કરવા બદલ કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલ તથા  સાંસદ રાજેશભાઈ ચુડાસમાનો  મહાનગરના પદાધિકારીઓ મેયર ગિતાબેન પરમાર, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઇ શર્મા, મેયર ગિરીશભાઇ કોટેચા, સ્‍ટે.ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસકપક્ષના નેતા કિરીટભાઇ ભીંભા, દંડક અરવિંદ ભલાણીએ આભાર વ્‍યકત કરેલ છે.

(2:58 pm IST)