Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

કોટડાપીઠા : બાબરાના નવાણિયા ગામે કોઠાવાળી મહાકાળી માતાનું અનેરૂ મહત્‍વ

(ભરત મહેતા દ્વારા) કોટડાપીઠા,તા.૩ : મહાકાળી માતાજીનું મુખ્‍ય સ્‍થાનક કલકતા ખને બીજું પાવાગઢમાં આવેવું છે. પરંતુ એટલુંજ મહત્‍વ ધરાવતું ત્રીજું સ્‍થાન બાબરા તાલુકાના નવાણિયા ગામે શ્રી કોઠાવાળી મહાકાળી માતાજીનું સ્‍થાનક આવેલું છે. કોઈપણ રોગકે વિનાશથી રક્ષણ મેળવવા માટે ભક્‍તજનો માતાજી ને લાપસી માને છે. એવી લોકવાયકા છે કે ૫૦૦ વર્ષ પહેલા આ ગામમાં લાખો વણઝારો વેપાર ધંધા માટેપીઠો લઈને ગામના પાદરમાં ઉતર્યા હતા. ત્‍યારે તેમની પાસે નાણાંખૂટી જતાં ગામના દરબારની પાસે સમસ્‍યા રજુ કરતા દરબારે તેના જસાણી કામદારને હુકમ કરતા લાખાએ નાણાંની બદલીમાં માતાજીની મૂર્તિ અડાણે મુકી અને જયારેનાણાં પાછા આપી મૂર્તિ લેવા આવ્‍યો ત્‍યારેજયાં દરબારે અને જસાણી કમાદારે જે કોઠા ઉપર માતાજીની સ્‍થાપના કરી હતી. તે ગોખમાંથી અવાજ આવ્‍યો કે હવે હુ તારી સાથે નહી આવું તને જયારે દર્શન કરવાની ઈચ્‍છા થાય ત્‍યારે તું અહીં આવજે, જસાણી કામદારના સપનામાં આવીને માતાજીખે કહ્યું કે ડું જસાણી પરિવારના કુળદેવી તરીકે પણ પુંજાઇશ ત્‍યાર પછી જસાણી પરિવારના નૈવેધ , હવન અને છેડાછેડી બધું અહીં જ થાય છે. માતાજીના દર્શને તમામ વર્ગ આવે છે. અને માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે છે. કાલ ગામના ખેડૂતોના કરવેરાથી દશેરાના દિવસે હવન થાય છે. કોઈપણ વિનાશ કે રોગથી રક્ષણ માટે ગામનાલોકો માતાજીને લાપસી કરે છે. માતાજીને શ્રધ્‍ધાથી માનતા માને છે. બધાની મનોકામના અહીં પૂર્ણ થાય છે. નવરાત્રીમાં અહીં મોટી સંખ્‍યામાં ભાવિકોની ભીડ રહે છે. તેમાં આઠમનો મહિમા ખુબજ મોટો છે. અને રવિવાર તથા મંગળવાર ના દર્શનનો પણ અહીં વિશેષ મહિમા છે.

(12:42 pm IST)