Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

જામનગર ગોવર્ધન પાર્ક પાસે બાંધકામની સાઇટમાંથી થયેલ ચોરી કરનારા ઝડપાયા

જામનગર  તા.૩ : જામનગર  શહેરમાં બનતા ચોરીના અનડીટેકટ ગુનાશોધવા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક જે.એચ.ઝાલા તથા પોલીસ ઇન્‍સ્‍પેકટર એમ.બી.ગજજરના માર્ગદર્શન  મુજબ સીટી એ ડીવી. પો. સ્‍ટે.ના સર્વેલન્‍સ સ્‍ટાફના માણસો પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન સર્વેલન્‍સ સ્‍ટાફના માણસો પોલીસ સ્‍ટેશન વિસ્‍તારોમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન સર્વેલન્‍સ સ્‍ટાફના પો. કોન્‍સ. શિવરાજસિંહ નટુભા રાઠોડ તથા પો. કોન્‍સ. રવિરાજસિંહ રાજેન્‍દ્રસિંહ જાડેજાને હકિકત મળેલ હોય કે જામનગર સીટી એ ડીવી પો. સ્‍ટે. ગુ.ર. નં. ૧૧ર૦ર૦૦૮રર૧૪૯૦ ઇપીકો કલમ ૩૭૯ના કામે ચોરીમાં ગયેલ માલ સામાન ચાર લોખંડના ડેલા ચાર ગેઇટ રાધીકા સ્‍કુલની પાસે પાણીના ટાકાની બાજુમાં બે ઇસમોએ સંતાડી રાખેલ છે અને હાલ બંન્ને ઇસમો ત્‍યાં હાજર છે.

જેથી રેઇડ કરતા ઇસમો પકડાયેલ ગયેલ. (૧) ગોપાલભાઇ ઉર્ફે લાલો માણસુરભાઇ ખરા રહે. ઠેબા ચોકડી જેસીઆર સિનેમા સામે લુમીનીનગર જામનગર (ર) જેઠાભાઇ હીરાભાઇ રાઠોડ રહે. નાની ભલસાણ ગામ વાળાઓ ચોરીમાં ગયેલ મુદામાલ  ચાર લોખંડના ગેઇટ જેની કિ. રૂા.રપ૦૦૦નો મુદામાલ મળી આવતા મુદ્દામાલ કબ્‍જે કરી જામનગર સીટી એ ડીવી પો. સ્‍ટે. ગુ.ર.નં.૧૧ર૦ર૦૦૮રર૧૪૯૦ ઇપીકો કલમ ૩૭૯ના મુદામાલ તરીકે કબ્‍જે કરીચોરીનો વણ શોધાયેલ ગુનો ડીટેકટ કરી બંન્‍ને આરોપીઓને અટક કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં પો.ઇન્‍સ. એમ.બી.ગજજર પો. હેડ કોન્‍સ. દેવાયતભાઇ રામાભાઇ કાંબરીયા તથા ઓસમાણભાઇ સુલેમાનભાઇ સુમરા તથા જીતેન્‍દ્રસિંહ મહીપતસિંહ જાડેજા તથા રવીરાજસિંહ અનિરૂધ્‍ધસિંહ જાડેજા તથા મહીપાલસિંહ મયુરસિંહ જાડેજા તથા સુનીલભાઇ અરજણભાઇ ડેર તથા પો. કોન્‍સ. શિવરાજસિંહ નટુભા રાઠોડ તથા પ્રવિણભાઇ ભીખાભાઇ પરમાર તથા રવીરાજસિંહ રાજેન્‍દ્રસિંહ જાડેજા તથા યોગેન્‍દ્રસિંહ નીરૂભા સોઢા તથા વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા તથા મહેન્‍દ્રભાઇ રમેશભાઇ પરમાર તથા ખોડુભા કનુભા જાડેજા તથા શૈલેષભાઇ કાંતીલાલ ઠાકરીયા તથા રાજેન્‍દ્રસિંહ ઘનશ્‍યામસિંહ ડોડીયા તથા દ્વારા કરવામાં આવેલ છે.

(1:43 pm IST)