Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

ધોરાજી ખાતે ગાંધી જયંતિ નિમિત્તે કોંગ્રેસની બાઇક રેલી નીકળી

ધોરાજીઃ ગાંધી જયંતિ નિમિત્તે ધોરાજી કૉંગ્રેસ દ્રારા બાઈક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેશન પ્લોટ ધારાસભ્ય કાર્યાલય ખાતેથી ધારાસભ્ય લલિતભાઇ વસોયા, ધોરાજી શહેર કોંગ્રેસ -મુખ અરવિંદભાઈ વોરા, પૂર્વ નગરપતિ ડી.એલ.ભાષા, એડવોકેટ દિનેશ વોરા, શહેર કોંગ્રેસ મહામંત્રી ચિરાગભાઈ વોરા ગોપાલભાઈ સલાટ તેમજ નગરપાલિકાનાં પદાધિકારીઓ, સદસ્યો, કૉંગ્રેસ કાર્યકર્તાઓ બાઈક રેલીમાં જોડાયા હતા.  શહેરના સ્ટેશન પ્લોટ, જમનાંવાડ રોડ, મેઈન બજાર, સહિતનાં માર્ગો પર ફરી હતી. તેમજ આઝાદ ચોક ખાતે મહાત્મા ગાંધીની -તિમાને સુતરની આંટી પેહરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.(તસ્વીરઃ કિશોર રાઠોડ)

(1:47 pm IST)