Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

વિસાવદરના ચાવંડ ગામે શહીદ રમાબેનની પ્રતિમાનું અનાવરણ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૩: તાલુકાના જુની ચાવંડ ગામે ૧૯૮૭માં ખેડૂતોના પ્રશ્નોને ન્‍યાય અપાવવા ભારતીય કિસાન સંઘ આયોજીત રસ્‍તા રોકો આંદોલન સમયે પોલીસ ગોળીબારમા પોતાના પ્રાણની આહુતિ આપનાર ૧૬ વર્ષની લાડકવાયી ખેડૂતપુત્રી શહીદ રમાબેન ભુરાભાઇ પટેલની પ્રતિમાનુ અનાવરણ સમસ્‍ત જુની ચાવંડ ગામ,ગ્રામજનો,આસપાસના ગામોના વિવિધક્ષેત્રના આગેવાનો,કાર્યકર્તાઓ સહિત બહોળી સંખ્‍યામા લોકોની ઉપસ્‍થિતિમા અનાવરણ કરવામા આવ્‍યુ હતુ.

ખેડૂતોના પ્રશ્ને જાનની આહુતિ આપનાર કિસાનપુત્રી રમાબેનની શહીદીને સૌએ યાદ કરી પ્રતિમા અનાવરણ સમયે શ્રધ્‍ધાજંલી અર્પણ કરી હતી.

શહીદ રમાબેન પ્રતિમા અનાવરણ પ્રસંગે સમાજ શ્રેષ્ઠીઓ વિપુલભાઈ કાવાણી, વિરેન્‍દ્રભાઇ સાવલિયા, નીતીનભાઇ કપુરિયા, અશ્વિનભાઇ સરધારા, પરેશભાઈ ગૌસ્‍વામી, કિશોરભાઇ ડોબરિયા, ભુપતભાઈ ભાયાણી, ધનજીભાઇ છોડવડીયા,રાજુભાઈ બુહા, ચંદુભાઇ ઢેબરીયા,સરપંચ- ઉપસરપંચ-ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.કાર્યક્રમ સફળ બનાવવા જુની ચાવંડ યુવા સમિતિ,જુની ચાવંડ ગામના વડીલો,યુવાનો,સમસ્‍ત ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી. 

(1:50 pm IST)