Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

જુનાગઢમાં સમાધાનનાં બહાને યુવાનને બોલાવી ધમકી આપી રૂા.૧.૮૦ લાખનું બાઇક સળગાવી માર્યુ

(વિનુ જોશી) જુનાગઢ તા.૩ :  જુનાગઢ થી ત્રણ શખ્‍સોએ યુવાનને સમાધાનના બહાને બોલાવી બાદમાં ધમકી આપી તેનુ રૂા.૧.૮૦ લાખનું બાઇક સળગાવી માર્યુ હોવાની પોલીસમાં ફરિયાદ થઇ છે.

જુનાગઢના લક્ષ્મીનગર-બેમાં આવેલ બાલાજી એપાર્ટમેન્‍ટમાં રહેતા ર૪ વર્ષીય મીતભાઇ જગદીશભાઇ સોંદરવા નામના યુવાન સામે ગલીયાવાડા ગામના સાહીલ કાળુભાઇ સીડાએ પાંચેક મહિના અગાઉ ભવનાથ પોલીસ સ્‍ટેશનમાં અપહરણ ફરિયાદ કરેલ.

બાદમાં સાહિલના ભાભીએ મિત વિરૂધ્‍ધ સી ડીવીઝન પોલીસ સ્‍ટેશનમા઼ બળ)તકારની ફરીયાદ દાખલ કરેલ.

આ બંને કેસમાં સમાધાન કરવા માટે સાહિલ બળજબરીથી પૈસા માગતો હોય આથી મિત સોંદરવાએ પૈસાની ના પાડી હતી.

દરમિયાન સાહિલે રવિવારની સાંજે ગિરનાર દરવાજા પાસે આવેલ ખાંટ સમાજની વાડી નજીકને મિતને સમાધાનના બહાને બોલાવી સાહિલ તથા તેની માતા અને ભાઇ અફઝલે મિત અનુસુચિત જાતિના મારી નાખવાની ધમકી આપીને તેનું જીજે-૧૧ સી જે ૩૩૭પ નંબરનું રૂા.૧.૮૦ લાખની કિંમતનું રોયલ અનફિલ્‍ડ બુલેટ મોટર સાયકલ સળગાવી મારી નુકસાન કર્યુ હતુ.

આ અંગેની ફરિયાદના આધારે એસસી, એલટી સેલના ડીવાયએસપી એચ.એસ. રત્‍નુએ તપાસ હાથ ધરી છે.

(1:52 pm IST)