Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

સુરતના એનડીપીએસના ગુનામાં ફરારી આરોપી અમરેલીમાં ઝડપાયો

અમરેલી તા.૩ : એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલની રાહબરી હેઠળ એલસીબી ટીમે સુરત  જિલ્લાના ઓલપાડ પોલીસ સ્ટેશન બી પાર્ટ ગુ.ર.નં.૧૧ર૧૪૦૪રરર૦૮૧૮ - ર૦રર એનડીપીએસ કલમ ૮(સી), ર૦ (બી) ર૯ મુજબના કામનો આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા હોય, મજકુર આરોપીને ખાંભા તાલુકાના મોટા બારમણ  ગામેથી પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૃ ખાંભા પોલીસ સ્ટેશનમાં ભયલુભાઇ નારૃભાઇ ખુમાણ ઉ.વ.૪ર રહે. મોટા બારમણ, તા. ખાંભાને સોંપી આપેલ છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી  ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા એલસીબી ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(1:54 pm IST)