Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

ખંભાળિયા નગરપાલિકા દ્વારા નવરાત્રી મહોત્‍સવમાં પત્રકારોનું સન્‍માન

ખંભાળિયા, તા.૩: પાલિકા દ્વારા એક નવી પહેલ કરી અને ખંભાળિયા શહેરના ઇતિહાસમાં સૌ પ્રથમ ખંભાળિયા નગરપાલિકા દ્વારા નવરાત્રીના પવિત્ર તહેવારને ધ્‍યાને લઇ ખંભાળિયા શહેરમાં ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી સામે આવેલ રાજય પુરોહીત બોર્ડીગમાં નગરપાલિકાનાં પ્રમુખરી ભાવનાબેન જીગ્નેશભાઇ પરમાર તથા તેની ટીમ દ્વારા તદન નિઃશુલ્‍ક વિનામુલ્‍યે શહેરીજનો રાસ ગરબા રમી શકે તે માટે નવરાત્રી મહોત્‍સવ - ૨૦૨૨નું સુંદર રીતે ભવ્‍ય આયોજન હાથ ધરવામાં આવેલ છે.

આ નવરાત્રી મહોત્‍સવ અનુસંધાને પાંચમા નોરતે ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના  ચેરમેનશ્રી મુળુભાઇ બેરા તેમજ દેવભૂમિ દ્વારકા જીલ્લા મહામંત્રી શ્રી શૈલેષભાઇ કણઝારીયા, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઇ તન્‍ના, ખંભાલીયા પી.આઇ.શ્રી જુંડાલ ાસહેબ, પત્રકાર કુંજનભાઇ રાડિયા પરબભા માયાણી, કૌશલભાઇ સવજાણી સહિતના અન્‍ય શહેરના પ્રતિષ્‍ઠિત નાગરિકો તેમજ આગેવાનો પણ ઉપસ્‍થિત રહી અને નગરપાલિકા અને તેની ટીમના ઉત્‍સાહમાં વધારો કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત સર્વે મહાનુભાવોને નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ સદસ્‍યશ્રીઓ દ્વારા હાર્દિક સ્‍વાગત કરી સન્‍માન કરવામાં આવેલ હતું.

આ ઉપરાંત ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નં.૬ના સદસ્‍યશ્રી રચનાબેન મોહિતભાઇ મોટાણી દ્વારા ફરાળી ચેવડો, પેંડાનો નાસ્‍તો આપવામાં આવેલ હતો. તેમજ અગ્રણી કોન્‍ટ્રાકટરશ્રી ગોગનભાઇ ગોજીયા દ્વારા લંચબોકસ, કોન્‍ટ્રાકટરશ્રી અતુલભાઇ હરિભાઇ નકુમ (વિજય સીનેમા વાળા) દ્વારા પાણીની બોટલની લહાણી કરવામાં આવેલ હતી.

સફળ બનાવવા પાલિકાના પ્રમુખ તેમજ સદસ્‍યશ્રીઓ તેમજ સ્‍ટાફ દ્વાા જહેમત ઉઠાવવામાં આવી રહેલ છે.

(1:55 pm IST)