Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

સાવરકુંડલામાં રાષ્ટ્રીયતાની જન્મ જયંતિ નિમિતે રાષ્ટ્રપ્રેમની થીમ આધારિત રાસોત્સવ રમાયો

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ૩ :.. નવરાત્રી ઉત્સવ ભાવેભેર અને ઉલ્લાસ પૂર્વક ઉજવાઇ રહયો છે. અહીં શેરી ગરબા ઉપરાંત તમામ જ્ઞાતિ વાઇઝ રાસ-ગરબા મહોત્સવ ઉજવાઇ રહ્યા છે. જેમાં ગુર્જર ક્ષત્રીય જ્ઞાતિ સમાજ દ્વારા ઉજવાઇ રહેલા રાસ મહોત્સવમાં સાતમા નોરતાના દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ હોય રાષ્ટ્રપ્રેમની થીમ ઉપર રાસ ઉત્સવ ઉજવાયો હતો. અહીં દરેક ખેલૈયા કેસરી - સફેદ - લીલા રંગનાં રાષ્ટ્ર ધ્વજનાં રંગ જેવા વસ્ત્રો ધારણ કરી ચહેરા ઉપર રાષ્ટ્રધ્વજનાં  ચિન્હદોરીને રાષ્ટ્ર પ્રેમ ઉજાગર કરતા ગીતો ઉપર રાસ રમી પૂજય ગાંધીજી અને દેશ પ્રત્યે ગુર્જર ક્ષત્રીય સમાજની કૃતજ્ઞતા વ્યકત કરી હતી. ગુર્જર ક્ષત્રીય સમાજનાં જ્ઞાતિ પ્રમુખ ગોવિંદભાઇ પરમારનાં માર્ગદર્શન નીચે શ્રી શ્યામ સેના દ્વારા નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેને જ્ઞાતિનાં આગેવાનો દાતાશ્રીઓ દ્વારા સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે. અહીં એક બાળા ભારત માતાની વેશભુષા ધારણ કરી આકર્ષક જમાવ્યું હતું.

(1:56 pm IST)