Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

નેશનલ કો-ઓપરેટીવ કન્‍ઝયુમર ફેડરેશન લિ. ન્‍યુ દિલ્‍હી ચુંટણીમાં ગુજરાતના પરેશભાઇ પટેલનો વિજય

(હર્ષદરાય કંસારા) ટંકારા,તા. ૩૦:  નેશનલ કો ઓપરેટિવ કન્‍ઝ્‍યુમર  ફેડરેશન લિ. ન્‍યુ દિલ્‍હી ચૂંટણીમાં ગુજરાતના પરેશભાઈ પટેલ નો ભવ્‍ય વિજય થયેલ છે તારીખ ૨૮ ના રોજ એનસીસી એફ ની ચૂંટણી ન્‍યુ દિલ્‍હી  ખાતે યોજાયેલ. આ ચૂંટણીમાં પાંચ વર્ષ માટે ડિરેક્‍ટર ની ચૂંટણી કરવામાં આવે છે. જેમાં ગુજરાતમાંથી પરેશભાઈ પટેલ એ ઉમેદવારી નોંધાવેલ. પરેશભાઈ પટેલ મહારાષ્‍ટ્ર મુંબઈના  વિરેન્‍દ્રસિંહ સામે ૪૭ માંથી ૩૬ મત મેળવી વિજય મેળવેલ છે. વિરેન્‍દ્રસિંહ  ને ફક્‍ત ૧૧ મત મળેલ. આ મતદાન ભારતના દરેક રાજ્‍યોના ડેલિગેટોએ કરવાનું હતું. હરીફ ઉમેદવાર શ્રી વિરેન્‍દ્રસિંહ અગાઉ બે વાર ચેરમેન અને એકવાર વોઇસ ચેરમેન તરીકે રહી ચૂકયા છે તેમને પરેશભાઈ પટેલે ૩૬ મેળવી કારમી  હાર આપેલ છે. હવે નેશનલ કો ઓપરેટિવ કન્‍ઝ્‍યુમરએડ્રેસ ફેડરેશન લિ. માં ગુજરાતના એકમાત્ર ડિરેક્‍ટર પરેશભાઈ પટેલ પ્રતિનિધિત્‍વ કરશે ગુજરાતમાંથી  ૨૧ જેટલા ડેલિગેટોએ મતદાનમાં ભાગ લીધો હતો. આ ચૂંટણીમાં ગુજરાત ,મહારાષ્‍ટ્ર ,ગોવા, દાદરા, અને નગર હવેલી, દમણ, દિલ્‍હી, હરિયાણા, કર્ણાટક, તામિલનાડુ, કેરાળા, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત સમગ્ર ભારતના રાજ્‍યોના ડેલીગેટ હોય તેઓએ મતદાનમાં ભાગ લીધો હતો આ ચૂંટણીમાં વિશાલ સિંહ યુવા ચેરમેન તરીકે અને યશપાલસિંહ યુવા વાઇસ ચેરમેન તરીકે ચૂંટાઈ આવેલ.

(2:00 pm IST)