Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

ટંકારાના વિરપર ગામે ગૌશાળાના લાભાર્થે ધાર્મિક નાટકમાં કુલ રૂા. ર૭,પ૬,૦૦૦ નો ફાળો

(હર્ષદરાય કંસારા) ટંકારા, તા.૩:  તાલુકાના  વિરપર ગામે ગૌશાળાના લાભાર્થે મહાન ધાર્મિક નાટક તેમજ કોમિકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સીરામીક ઉદ્યોગકારોએ આગવી શૈલીથી અભિનય કરીને પ્રેક્ષકોને મંત્રમુગ્‍ધ કર્યા હતા. જેને પગલે ધર્મપ્રેમી પ્રજાએ એક જ રાતમાં કુલ રૂ.૨૭,૫૬,૦૦૦ નો ફાળો એકત્ર કરવામાં આવ્‍યો હતો

ટંકારાના વિરપર ગામે  ગૌ સેવા યુવક મંડળ-વિરપર દ્વારા રાત્રે ૧૦ કલાકે કામધેનુ આશ્રમ ખાતે મહાન ધાર્મિક ‘નાટક બાવો ધૂંધળી નાથ યાને અમરનગરી ઢાંક' સાથે પેટ પકડીને હસાવતું કોમિક ‘ભીખુડાનું ઘરઘેણું' રજુ કરવામાં આવ્‍યું હતું. નાટક તેમજ કોમિક નિહાળવા મોટી સંખ્‍યામાં ગ્રામજનોને ઉપસ્‍થિત રહ્યા હતા. વીરપર ગામે વિશાળ સંખ્‍યામાં લોકો નાટક નિહાળવા ઉંમટી પડેલ લોકોએ ઐતિહાસિક નાટક તથા  કોમિક મન ભરી  માણેલ અને ઉદાર હાથે ગૌસેવાના કાર્યક્રમમાં દાનનો વરસાદ વરસાવ્‍યો હતો. જે સંપૂર્ણ રકમને ગૌશાળાના લાભાર્થે ખર્ચવામાં આવશે.

(2:01 pm IST)