Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

મોરબી જિલ્લામાં નલ સે જલ યોજનાની સિદ્ધિ બદલ રાજયમંત્રી મેરજાને એવોર્ડ

મોરબી, તા. ૩ : મોરબી જિલ્લાએ સરકારની નલ સે જળ અંતર્ગત હર ઘર જળની યોજનામાં ૧૦૦ ટકા સિદ્ધિ હાંસલ કરી છે. આ યોજનામાં મોરબી જિલ્લામાં ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થતાં કેન્‍દ્ર સરકારે આ ૧૦૦ ટકા ઉપલબ્‍ધીની વિશેષ નોંધ લઈને રાજયમંત્રી બ્રિજેશ મેરજાને એવોર્ડ અર્પણ કર્યા છે.

મોરબી જિલ્લામાં સરકારની નલ સે જળ અંતર્ગત હર ઘર જળની યોજના અમલમાં મુકતા જિલ્લા તંત્રએ દરેક દરેકને નળથી જળ પહોંચાડીને ૧૦૦ ટકા આ યોજનાની કામગીરી પુરી કરી છે. જેથી દિલ્‍હી ખાતે આજે ૨ ઓક્‍ટોબર ભારત સ્‍વચ્‍છતા દિને વિજ્ઞાન ભવનમાં કેન્‍દ્રના જળ શક્‍તિ મંત્રી ગજેન્‍દ્રસિંહ શેખાવતે ગુજરાતના મોરબી જિલ્લાને નલ સે જળ અંતર્ગત હર ઘર જળની ૧૦૦ટકા સિદ્ધિનો અવૉર્ડ એનાયત કરતા રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ એવોર્ડ સ્‍વીકાર્યો હતો.

(2:01 pm IST)