Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

મોરબીઃ લાતી પ્‍લોટમાં મંડપ સર્વીસના ડેલામાં તસ્‍કરો ત્રાટકયા,રૂ.૧.૬૮ લાખના મુદામાલની ચોરી

મોરબી, તા. ૩ : મોરબીમાં તસ્‍કરોનું સામ્રાજ્‍ય હવે ફેલાતું જાય છે. પહેલા રહેણાંક મકાનોને ટાર્ગેટ કર્યા બાદ હવે તસ્‍કરોએ દુકાન અને ગોડાઉનમાં ચોરીને અંજામ આપવાનું શરુ કર્યું છે. જ્‍યાં લાતી પ્‍લોટમાં આવેલ મંડપ સર્વીસના ડેલામાં રૂ.૧.૬૮ લાખના મુદામાલની ચોરી થયાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ દાખલ થવા પામી છે.

આ અંગે દુકાનના માલિક પ્રવીણભાઇ હંસરાજભાઇ રંગપરીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે, લાતીપ્‍લોટ શેરીનં.૨માં આવેલી તેમની શીવમંડપ સર્વીસ નામના ડેલામાં તા.૨૮/૯/૨૦૨૨ ના રાત્રીના સાડા બારેક વાગ્‍યે તેમના કારીગર મહેન્‍દ્રભાઇ બીજી સાઇટ ઉપર થી કામ પરથી મંડપ સર્વીસએ આવતા તેને પાછળનુ શટર ખુલેલ નિહાળ્‍યું હતું. જેથી તેણે પ્રવીણભાઇને જાણ કરી હતી અને પ્રવીણભાઇએ દુકાને આવીને ચકાસતા નાનીખીલી ૧૮ બોક્ષ કિ.રૂ.૫૪૦૦,નેટ ખીલ્લા ચાર ઇંચના ૧૦૦ કિલો કિ.રૂ.૯૦૦૦,નટબોલ ૪૫ કિલો તથા થાંભલા ખીલા ૨૦ કિલો મળી કિ.રૂ.૮૯૫૦,મોટા લોખંડના ખીલ્લા ૧૦ કિલો કિ.રૂ.૧૦૦૦,ફેબ્રિકેશન ફૅમ બે કિ.રૂ.૧૦૦૦/-,સ્‍ટેન્‍ડ લોખંડના નંગ-૭૬ કિ.રૂ.૩૦૪૦૦/-, ચુલા નંગ-૨ કિ.રૂ.૨૦૦૦,નાના સ્‍ટેન્‍ડ નંગ-૧૫ કિ.રૂ.૬૦૦૦, લોખંડની ધાયુ નંગ-૯૪ કિ.રૂ.૧૮૪૦૦,ચોરસ ગોળ પાઇપ નંગ-૪૬ કિ.રૂ.૪૬૦૦,પાણી પાઇપ ફુવારાના નંગ-૨ કિ.રૂ.૨૦૦૦,મંડપ ના સળીયા નંગ-૫૦ કિ.રૂ.૨૫૦૦,લોખંડના ટેબલ નંગ-૪૩ કિ.રૂ.૬૪૫૦૦ અને સ્‍ટીલ સ્‍ટેન્‍ડ નંગ-૧૩ કિ.રૂ.૧૩૦૦૦ મળી કુલ રૂ.૧,૬૮,૭૫૦/- ના મુદામાલની ચોરી થયુંનું સામે આવ્‍યું હતું. તેમના મતે રાત્રીના આઠથી સાડા બાર વાગ્‍યા દરમ્‍યાન તેમના મંડપ સર્વીસના ડેલામા કોઇએ પ્રવેશ કરી તાળાની ઓફીસમાથી ચાવી શોધી શટર ખોલી નાખી તસ્‍કરી હતી. આ ફરિયાદીના આધારે પોલીસે આઇ.પી.સી કલમ.૩૮૦,૪૫૭ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 મહેન્‍દ્રનગરમાંથી

સીએનજી રીક્ષા ઉપડી ગઈ

કાંન્‍તીનગરમાં રહેતા ૪૭ વર્ષીય ફરિયાદી યુનુશભાઇ ઇબ્રાહીમભાઇ પલેજાએ પોલીસ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે, તેમણે મહેન્‍દ્રનગર ચાર રસ્‍તાની બાજુમા, રીઝેન્‍સી મોલની સામે તેમની બજાજ કંપનીની રી કોમ્‍પેક્‍ટ સી.એન.જી. રિક્ષા પાર્ક કરી હતી. જેની કિંમત રૂ.૮૫,૦૦૦ છે. તેના રરજી નં. જી.જે.૩૬.યુ.૨૧૮૬ એંજીન નં. AZYWH841414 ચેચીસ નં. MD2A27AY3HWB82164 છે. તેની ચોરી થઈ છે.હાલ આ ફરિયાદીના આધારે સીટી બી ડિવીઝન પોલીસે આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2:03 pm IST)