Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

જામનગરના પ્રાચીન-અર્વાચીન રાસ મહોત્‍સવમાં બોલીવુડના ફેમસ એકટર શરમન જોશીએ સાંસદ પૂનમબેન માડમની સાથે હાજરી આપતાં ખેલૈયાઓ ઝુમી ઉઠયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૩: જામનગર શહેર તેમજ આસપાસના વિસ્‍તારમાં પ્રાચીન- અર્વાચીન નવરાત્રી મહોત્‍સવમાં ખેલૈયાઓ મન મૂકીને દાંડીયારાસની રમઝટ બોલાવી રહ્યા છે, ત્‍યારે શનિવારે રાત્રે શહેરમાં કેટલાક પ્રાચીન અર્વાચીન નવરાત્રી મહોત્‍સવમાં જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ ના પ્રયાસોથી બોલીવુડના ખ્‍યાતનામ અભિનેતા સરમન જોશી એ હાજરી આપતાં ખેલૈયાઓ જૂમી ઊઠ્‍યા હતા, અને હકડેઠ્ઠઠ જન્‍મમેદની નિહાળીને દર વર્ષની નવરાત્રીએ જામનગરમાં પોતે જરૂરથી આવશે, તેમ લોકોના ઉત્‍સાહને જોઈને જણાવ્‍યું હતું.

જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા નવરાત્રી મહોત્‍સવમાં ખેલૈયાઓનો ઉત્‍સાહ વધારવા માટે વિશેષ પ્રયાસો કરવામાં આવ્‍યા હતા, અને ગુજરાતના જ વતની પરંતુ બોલીવુડમાં પોતાનું સ્‍થાન જમાવીને અનેક સુપર ડુપર ફિલ્‍મ આપનારા એવા ગુજ્જુ કલાકાર સરમન જોશી, કે જેણે જામનગર શહેરની અનેક પ્રાચીન- અર્વાચીન નવરાત્રી મહોત્‍સવમાં વિશેષ રૂપે હાજરી આપીને લોકોનો ઉત્‍સાહ વધાર્યો હતો.

નવરાત્રી દરમિયાન તેમણે પોતાની કેટલીક હિટ ફિલ્‍મોના ખૂબ જ પ્રચલિત એવા ડાયલોગ રજૂ કર્યા હતા, સાથોસાથ જામનગર નો આભાર વ્‍યક્‍ત કરી જામનગર મા નિમંત્રણ આપવા બદલ અને ખેલૈયાઓની વચ્‍ચે હાજરી આપવા માટે ખુશીની લાગણી વ્‍યક્‍ત કરી હતી.

જેમણે ખાસ કરીને નવરાત્રીમાં ડાંડિયારસિકોનો ઉત્‍સાહ જોઈને હવે દર વર્ષે નવરાત્રીમાં પોતે અચૂક જામનગર આવશે, તેવી પણ ખેલૈયાઓ સમક્ષ વાત કહી હતી.

કેટલાક દાંડિયા રસીકોએ તેમની સાથે સેલ્‍ફી પડાવી હતી, ઉપરાંત તેમના અનેક ફિલ્‍મી ડાયલોગ ની રજૂઆત સમયે તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.

(2:05 pm IST)