Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધૂપ-છાંવ : ઉપલેટા તાલુકાના હરિયાસણ અને મોટી પાનેલીમા વરસાદ વરસ્‍યો

રાજકોટ તા. ૩ : આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં ધૂપ-છાંવનું વાતાવરણ અનુભવાય રહ્યું છે.

ઉપલેટા તાલુકાના હરિયાસણ અને તાલુકાના મોટી પાનેલીમાં બપોરે વરસાદ વરસ્‍યો તો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તેમ ઉપલેટાના અકિલાના ફેસબુક શ્રોતા ચંદ્રેશભાઇ હિરાણી તથા કૃષ્‍ણકાંત ચોટાઇએ જણાવ્‍યું છે.

(2:10 pm IST)