Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

ભાવનગર અમદાવાદ હાઇવે પર આઇશર ટ્રક ચાલકે અડફેટે લેતા બાઇકસવાર યુવાનનું મોત

નારી નજીક અકસ્માતમાં સુનિલ પરમારનું ઘટના સ્થળે મોત

ભાવનગર અમદાવાદ હાઇવે પર નારી નજીક અકસ્માત સર્જાયો છે. આઇશર ટ્રક ચાલકે બાઈક સવાર યુવાનને અડફેટે લીધો છે. બાઈક સવાર યુવાનને અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચી હતી જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. મૃતક યુવાનનું નામ સુનિલ પરમાર હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા.

 

(11:23 pm IST)