Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

મોરબી: મહેન્દ્રનગરમાંથી સીએનજી રીક્ષા ઉપડી ગઈ.

મોરબી શહેર અને તાલુકામાં વાહન ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે તાજેતરમાં મહેન્દ્રનગરમાંથી સીએનજી રીક્ષાની ચોરી થયાની ઘટના સામે આવી છે. આ મામલે સીટી બી ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થવા પામી છે. જેને પગલે પોલીસે બાઈક ચોરીના બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

જેમાં કાંન્તીનગરમાં રહેતા ૪૭ વર્ષીય ફરિયાદી યુનુશભાઇ ઇબ્રાહીમભાઇ પલેજાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમણે મહેન્દ્રગર ચાર રસ્તાની બાજુમા, રીઝેન્સી મોલની સામે તેમની બજાજ કંપનીની રી કોમ્પેક્ટ સી.એન.જી. રિક્ષા પાર્ક કરી હતી. જેની કિંમત રૂ.૮૫,૦૦૦ છે. તેના રરજી નં. જી.જે.૩૬.યુ.૨૧૮૬ એંજીન નં. AZYWH841414 ચેચીસ નં. MD2A27AY3HWB82164 છે. તેની ચોરી થઈ છે.હાલ આ ફરિયાદીના આધારે સીટી બી ડિવીઝન પોલીસે આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(11:55 pm IST)