Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

મોરબી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયા દશમીની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરાઈ.

મોરબી શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયા દશમી ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે અંતર્ગત પથ સંચાલન, શસ્ત્ર પૂજન અને વિજયાદશમી ઉત્સવ યોજાયો હતો આ તકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગેવાનો હોદ્દેદારો અને સ્વયંસેવકો હાજર રહ્યા હતા.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબીના આંબેડકર નગર ઉપનગરનો વિજયા દશમી ઉત્સવ ગત તારીખ 2 ઓક્ટોબર 2022ના રોજ સાંજે 4 થી 6 દરમ્યાન પટેલ બોર્ડિંગ ખાતે યોજાયો હતો. જેમાં 68 જેટલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે કબીર આશ્રમ રોહીદાસ પરાના મહંત દિલીપજી શુકલએ પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. જેમાં તેમણે ડો. હેડગોવરજીને યાદ કરી શક્તિ અને સંગઠન દ્વારા શરૂ કરેલ સંઘકારી અને બિરદાવ્યું હતું. જ્યારે ઉત્સવના વક્તા તરીકે સંઘના કાર્યકર વિજયભાઈ રાવલે વિજયા દશમીનું ધાર્મિક અને સામાજિક પ્રસંગો અંગેનું જોડાણ તથા વર્તમાન સમયમાં શક્તિ સંગઠિતતા અને સંગ કાર્યની આવશ્યકતાની વાત કરી હતી તેમજ આગામી ત્રણ વર્ષ માટે પ્રત્યેક સ્વયંસેવક વ્યક્તિગત રીતે સંગ કાર્ય માટે સંકલ્પ લે તે વાત પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આંબેડકર નગર રૂપનગરના કાર્યક્રમનું અલ્પેશભાઈ ગાંધી તથા તેમની ટીમ  ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને કાર્યક્રમના અંતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.

 

(12:01 am IST)