Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ભાવનગરમાં ૯ કેસ

કોરોનાનો કુલ આંક ૪૮૦૦ને પાર

ભાવનગર,તા.૩ : ભાવનગર જિલ્લામા વધુ ૯ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪,૮૦૨ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૫ પુરૂષ અને ૩ સ્ત્રી મળી કુલ ૮ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમાં વલ્લભીપુર તાલુકાના રાજસ્થળી ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૬ અને તાલુકાઓના ૪ એમ કુલ ૧૦ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૪,૮૦૨ કેસ પૈકી હાલ ૫૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૪,૬૭૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૮ દર્દીઓના અવસાન થયેલ છે.

(11:38 am IST)