Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

બીએસએફના વડા રાકેશ આસ્થાના આજથી બે દિ' કચ્છ સરહદે

ડીજી બન્યા બાદ પ્રથમ વાર કચ્છ બોર્ડરેઃ ગૃહમંત્રી અમિતભાઇ શાહ ૧૨ મીએ આવે તે પહેલાં સૂચક મુલાકાત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૩: બીએસએફના ડીજી તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારબાદ રાકેશ આસ્થાના પ્રથમ વખત કચ્છ સરહદના પ્રવાસે છે. આજે તેઓ ભુજમાં બેઠક યોજયા બાદ રાત્રે કોટેશ્વર અને લખપત જશે. બીએસએફના વડા આસ્થાનાની મુલાકાતને પગલે ગુજરાત બીએસએફના આઈજી જી.એસ. મલિક ભુજ આવી પહોંચ્યા છે. ડીજી અસ્થાના ભુજ બીએસએફ કેમ્પસમાં બપોરના ભોજન બાદ અધિકારીઓ સાથે બેઠક યોજી વ્યુહાત્મક માહિતી મેળવ્યા બાદ સાંજે હેલિકોપ્ટર દ્વારા લખપત બીએસએફ ચોકીએ જશે. ત્યાંથી રાત્રિ રોકાણ કોટેશ્વર બીએસએફ ચોકીએ કરશે.

આવતીકાલે તેઓ ક્રીક સરહદની મુલાકાત લેશે. તેઓ સંવેદનશીલ એવા સરક્રીક તેમ જ હરામીનાળા વિસ્તારની મુલાકાત લેશે. ગૃહમંત્રી અમિત શાહ આગામી ૧૨ મીએ કચ્છ સરહદે આવી રહ્યા હોવાના સમાચાર વચ્ચે ડીજી રાકેશ આસ્થનાની કચ્છ મુલાકાત સૂચક મનાઈ રહી છે.

(11:08 am IST)