Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

વિરનગર વ્યસન મુકિત અને પુનઃવસન કેન્દ્ર દ્વારા નશામુકત ભારત અભિયાનની મિટીંગ યોજાઇ

વિરનગર તા. ૩ : ''નશામુકત ભારત અભિયાન'' અંતર્ગત જિલ્લા કલેકટર કચેરી રાજકોટ ખાતે નશામુકત ભારત અભિયાન માટે મીટીંગનું આયોજન કરાયું હતું જેમાં કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને તથા ડી.જજ પ્રતિનિધિ શ્રી જોટાણીયા તથા પોલીસ કમિશ્નર રામાણી મેડમ તથા રૂરલ પોલીસમાંથી એસ.ઓ.જી.શ્રી રાણા, સમાજ સુરક્ષા અધિકારીશ્રી ગોસ્વામી તથા વાઘેલા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગમાંથી કિરણબેન મોરણીયા તથા જીલ્લા બાળ સુરક્ષા અધિકારી મિત્સુબેન વ્યાસ તથા રમત ગમત અધિકારીશ્રી પાંડાવદરા મેડમ તથા એમ.ડી. સાઇકીયાટ્રીક ડો. મિલન રોકડ તથા ઓર્થોપેડીક ડો. દિપક વાડોદરીયા તથા વ્યસન મુકિતના સલાહકાર શ્રી ચાનપુરા તથા નશાબંધી મંડળ સંચાલીત વ્યસન મૂકિત હોસ્પિટલ શિવાનંદ મિશન હોસ્પિટલ વીરનગર પ્રો.ડાયરેકટર મંગળુભાઇ ધાધલ હાજર રહ્યા હતા. કલેકટરશ્રીએ જુદા જુદા સુચન આપેલ અંતમાં મિત્સુબેન વ્યાસે આભાર વિધી કરી હતી.

(10:01 am IST)