Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

વાંકાનેરમાં વિકાસ પથ ઉપર કામનો પ્રારંભ

ભુગર્ભ ગટર યોજનાથી ખરાબ થઇ ગયેલ

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૩ : વિદ્યાભારતી સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુથી લઇ દિગ્વીજયનગરના છેવાડાના મુખ્ય માર્ગ સુધીના વિકાસ પથ પેવર મશીનથી ઝડપી ડામર કામનો નગરપાલીકા દ્વારા પ્રારંભ થતા પ્રજામાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

વાંકાનેરમાં આ વર્ષે સારા અનેભારે વરસાદને પગલે વિકાસ પથ સહીતના રસ્તાઓ ઉપરના ડામર રોડ બીસ્માર બની ગયા હતા સાથે આ રોડ રસ્તા તુટવા પાછળનું મુખ્ય કારણ ભુર્ગભ ગટર યોજના હતીજે ભુર્ગભ ગટરનું કામ ધીમી ગતીએ ચાલ્યુ અન તેનું બુરાણ પણ બરાબર નહી થતા તેનો પર વરસાદી પાણીથી વિકાસ પથ ઉપર ભુર્ગભ ગટર તરફથી સાઇડનો રોડ ઉપર ચાલવુ માથાના દુઃખાવા રૂપ બની ગયો હતો.

આ રોડ આખો નવો બને લોકોને સારો રસ્તો પુન પ્રાપ્ત થાય તે માટે વાંકાનેર નગરપાલીકા તંત્ર પ્રયત્નશીલ બની અને અંતે આ ''વિકાસ પથ'' ઉપર પેવર મશીનથી નવા ડામર રોડનો ઝડપી પ્રારંભ કર્યો છે સાથે આ રોડ મજબુત બને તે માટે બાંધકામ ખાતાના અધીકારીઓ વિનુભાઇ સંચાણીયા, મહેશભાઇ ચૌહાણ દેખરેખ રાખી રહ્યા છે.

સ્પીડ બ્રેકર મુકવા માંગ

વિકાસ પથ ઉપર જે જે જગ્યાએ અગાવ અકસ્માત ટાળવા મુકાયેલા સ્પીડ બ્રેકરો નવા બની રહેલા વિકાસ પથ ઉપર વ્યવસ્થીત બનાવવા જેથી ક્રોસ થતા રોડ અને જગ્યા ઉપર અકસ્માતે ખાળી શકાય સાથે સ્પીડ બ્રેકરને કારણે વાહનો પણ ધમીગતીએ શહેરી વિસ્તારમાંથી પસાર થાય માગે જે જગ્યાઓ ઉપર સ્પીડ બ્રેકર હતા તે પુન બનાવવા પ્રજામાંથી માંગ ઉઠી છે

(10:01 am IST)