Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો દ્વારા મતદાન

સૌરાષ્ટ્ર-કચ્છની ૫ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે સવારના ૭ વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો છે. આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ મતદાન કર્યું હતું. પ્રથમ તસ્વીરમાં ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ મોટી વિરાણી ગામમા,કોંગ્રેસના ઉમેદવાર ડો. શાંતિલાલ સેંઘાણીએ નખત્રાણામાં જ્યારે મોરબીનાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા અને કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઇ પટેલે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જે તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીરઃ વિનોદ ગાલા-(ભુજ), પ્રવિણ વ્યાસ (મોરબી))

(11:29 am IST)