Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ગોંડલ : વીજ ઇલે.આસીસ્ટન્ટને નિવૃત વિદાયમાન

ગોંડલ : ગોડલ જેટકો ડીવીઝન તાબા હેથળ આવતા ૬૬ કે.વી. કાશી વિશ્વનાથ સબ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પી.બી.ચુડાસમા (ઈલેકટ્રીક આસિસ્ટન્ટ) વય મયાઙ્ખદાને કારણે નિવૃત્ત્। થતા તેમનો વિદાય સમારંભ ગત શનિવાર ના રોજ યોજાયો હતો. આ સમારંભમાં ૬૬ કે.વી સબ સ્ટેશન ખાતે ફરજ બજાવતાં જુનીયર ઈજનેર કે.ડી.ગૌસ્વામી સર્વે લાઈન સ્ટાફ ઓપરેટિંગ સ્ટાફ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહી ભવ્ય વિદાયમાન અપાયું હતુ. સમારંભનુ સંચાલન એન.કે.રાયજાદા લાઈનમેન બી.આર.બલદાણીયા એ.પી.ઓ.એ સંભાળેલ તમામ કર્મચારી ગણએ ચુડાસમા ને ભાવભેર વિદાય આપતા તમામ નો આભાર વ્યકત કર્યો હતો.નિવૃત વિદાયમાનની તસ્વીર.

(11:29 am IST)