Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

સુરેન્દ્રનગરની લીંબડી બેઠકની ચૂંટણીના મતદાન મથકોએ થર્મલ ગન-સેનેટાઇઝ -ફેસ શિલ્ડની વ્યવસ્થા : બુથ એપ્લીકેશનનો ઉપયોગ

સુરેન્દ્રનગર -વઢવાણ : સુરેન્દ્રનગર જીલ્લાની લીંબડી બેઠક ઉપર આજે પેટા ચૂંટણી યોજાઇ છે. જેમાં મતદાન મથકો ઉપર થર્મલ ગન, સેનેટાઇઝ -ફેસ શિલ્ડ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદારો અને ફરજ ઉપરના અધિકારીઓ -કર્મચારીઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે.ભારતીય ચૂંટણી પંચ દ્વારા કોવીડ -૧૯ના રક્ષણ સામે બુથ એપ્લીકેશનનું લોન્ચીંગ કરેલ છે. આ બુથ એપ્લીકેશનનો સૌપ્રથમ ઉપયોગ જિલ્લા ચૂંટણી અધિકારી કે રાજેશના માર્ગદર્શન હેઠળ લીંબડી વિધાનસભા પેટા ચૂંટણીમાં કરાયો છે. આ એપ્લીકેશનના ઉપયોગ થકી બુથ પરનું પેપરવર્ક હળવું થશે તેમજ રીપોટીંગ ઝડપી બનશે આ એપ્લીકેશન દ્વારા પ્રીસાઇડીંગ ઓફિસર માટેની ડીજીટલ ડાયરી જનરેટ થશે તેમજ આ એપ્લીકેશન ઓફલાઇન હોવાથી ઇન્ટરનેટ કનેકટીવીટીની કોઇ જરૂરિયાત રહેશે નહીં.આઇ.સી.ટી નોડલ ઓફિસરશ્રી કેતન નિરંજન દ્વારા મતદાન પરના સ્ટાફને બુથ એપ્લીકેશન અંગેની તાલીમ આપવામાં આવી છે. જેથી આ એપ્લીકેશન મતદાન પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ કર્મચારી માટે ઉપયોગી સાબિત થશે.

(11:30 am IST)