Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

સોમનાથ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. સોનરગી નિવૃત થતા વિદાયમાન

(મીનાક્ષી ભાસ્કર વૈદ્વ દ્વારા) પ્રભાસપાટણ તા.૩ : સોમનાથ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એમ.એમ.સોનરાત ૩૧ ઓકટોબરે વયમર્યાદા કારણે નિવૃત થતા મરીન પોલીસ સ્ટાફ, સાગરખેડુ ફાઉન્ડેશન આગેવાનો પ્રભાસપાટણ પોલીસ ઇન્સ. તથા સ્ટાફ તરફથી તેમને સ્મૃતિચિન્હ તસ્વીર, ફુલહાર સાથે ભવ્ય વિદાયમાન અપાયું.

મરીન પોલીસ મથકમાં યોજાયેલ આ સમારોહમાં પ્રભાસપાટણ પીઆઇ જી.એમ.રાઠવા, એએસઆઇ વિપુલ રાઠોડ, હે.કોન્સ લખધીર પરમાર, ક્રિષ્ણા, યાસીન શાહ, જગદીશભાઇ, મનોજભાઇ, ચંપાબેન, દેવીબેન જીતેન્દ્રભાઇ સહિત સૌએ વિદાય થતા સોનરાત સાહેબની કામગીરીને બિરદાવી સારા માર્ગદર્શક અને સ્ટાફને પારિવારીક ગણતા અને સ્ટાફ માટે સારા ટીમ લીડર બની પોલીસતંત્રનું ગૌરવરૂપ ગણાવ્યા. સાગરખેડુ ફાઉન્ડેશનના અગ્રણીઓ અને બોટ એશો.ના પ્રમુખ તુલશીભાઇ ગોહેલે તેમને પુષ્પહાર સાથે તસ્વીર સ્મૃતિચિન્હ અર્પણ કર્યુ. વિદાય થતા પોલીસ ઇન્સ. એમ.એમ.સોનરાતે તેમના સંબોધનમાં જણાવ્યું કે, આ ઓફીસને વધુ સ્વચ્છ આકર્ષક અને વ્યવસ્થિત બનાવવામાં મને સ્ટાફનો સહકાર હતો તો જ શકય બન્યુ. આવુને આવુ જાળવી રાખશો અને જરૂર પડયે વધુ સુધારો કરજો. મારા કાર્યકાળ દરમિયાન અહી થયેલી ગુજરાત પોલીસ ગૌરવવંતી કામગીરીમાં હું તો નિમીત છુ. કામ તમે જ કર્યુ છે માટે તમામ સ્ટાફનો આભાર માનુ છુ.

સને ૧૯૮૨માં પોલીસ કોન્સ. તરીકે રાજકોટ રૂરલમાં ભરતી થયા ત્યારબાદ જેતપુર, જેતલસર, મોરબી સીટી બે વાર, જામકંડોરણા, કોટડાસાંગાણી, નશાબંદી આબકારી વર્ષ ૨૦૦૯માં પીએસઆઇ બઢતીથી દાહોદ, અમદાવાદ, રાજકોટ માલવીયા પો.સ્ટે. જામનગર અને ત્યાંથી પ્રમોશનથી ગીર સોમનાથ મરીન પોલીસ વર્ષ ૨૦૧૮ પીઆઇ તરીકે પ્રભાસપાટણ પીઆઇ જી.એમ.રાઠવાએ તેમજ સોનરાતના પરિવારે પ્રવચન કરી લાગણીસભર વાતાવરણમાં વિદાયમાન અપાયુ હતુ.

(11:31 am IST)